વરસાદના શરૂઆતના દિવસોમાં માટીની મીઠી સુગંધ કેમ આવે છે ?
વરસાદના શરૂઆતના દિવસોમાં માટીમાંથી આવતી સુગંધને ભીની ખુશબૂ પણ કહે છે. આ ગંધ એક પ્રકારના બેક્ટેરિયા- જીવાણુની હોય
છે, જેને એક્ટિનોયાઇસિટીઝ કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ તંતુમય જીવાણુ જમીનમાં રહે છે. પહેલા વરસાદના સમયે જ્યારે જમીન ધગધગતી ભીની અને ગરમ હોય છે, ત્યારે એ જીવાણુઓનું આવી બને છે અને આ ટૂંકા સમયમાં જ એ પોતાનું જીવન ભરપૂર જીવી લે છે. જેમ જેમ જમીન સુકાવા લાગે છે, આ જીવાણુ બીજની જેવા સૂક્ષ્મ 'સ્પોર' એટલે કે બીજાણુઓમાં ઢળીને અબજોની સંખ્યામાં જમીનમાં વિખરાયેલા પડયા રહે છે. આ રૂપમાં એ આખા વર્ષ દરમિયાન વરસાદની વાટ જુએ છે. જેવો પહેલો વરસાદ થાય છે, ત્યારે વરસાદનાં ટીપાં જમીન પર પડતાં જ જીવાણુઓ હવામાં ઉછળી જાય છે, જ્યાં વરસાદની ભીનાશ આ જીવાણુઓને હવામાં જ પકડીને રાખે છે. આ
હવા બીજાણુઓ સાથે જ્યારે આપણે શ્વાસ મારફત શરીરમાં ખેંચીએ છીએ, ત્યારે આ બીજાણુઓની માટી જેવી ખાસ ગંધને આપણે માટીની મહેંક-સુગંધ સમજીને વરસાદ સાથે એનો સંબંધ જોડી દઈએ છીએ.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.