આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 21 June 2014

♥ Brigade- batalian ♥

♠સૈન્યમાં બ્રિગેડ, બટાલિયન એટલે શું? ♠

* દરેક દેશના રક્ષણ કરતા સૈન્યના ત્રણ મુખ્ય
ભાગ હોય છે. વાયુદળ કે જે આકાશમાં રક્ષણ
કરે જેમાં વિમાનો હેલિકોપ્ટરો વગેરે હોય.

* બીજું ભૂમિદળ કે જમીન પર રહી રક્ષણ કરે
તેમાં ટેન્કો અને વાહનો હોય.

* ત્રીજું દરિયામાં જળ સીમાનું રક્ષણ કરતું દળ
નૌકાદળ. આ દળ જહાજ, સબમરીન વગેરેનો ઉપયોગ કરે

♥ સૈન્યમાં લાખો સૈનિકો હોય છે. એટલે
સારા વહીવટ માટે સેનાના જવાનોને
અલગ અલગ ટૂકડીમાં વહેંચવામાં આવે છે.

♥ ૭૦૦૦૦ સૈનિકોની એક કોર બને. લેફ્ટનન્ટ
જનરલ તેના વડા હોય છે. ત્યાર બાદ ૧૬
થી ૧૮ હજાર સૈનિકોની ડિવીઝન બને.
ડિવીઝનના વડા મેજર જનરલ હોય છે.

♥ ડિવીઝનના સૈનિકોને ૨ થી ૩ હજાર
સૈનિકોની એક એવી અનેક બ્રિગેડ બને.
બ્રિગેડનાય ભાગલા પાડીને ૮૦૦ થી ૧૦૦૦ સૈનિકોની બટાલિયન બને તેના વડા કર્નલ કહેવાય છે. બટાલિયનના પણ ભાગ પાડીને ૨૦૦ થી ૩૦૦ સૈનિકોની એક એવી કંપની બને. ત્યારબાદ ૩૦ થી ૪૦ સૈનિકોની એક
એવી પ્લેટૂન બને.

♥ સૈન્યનું સૌથી નાનું એકમ સેક્શન હોય છે
જેમાં ૮ થી ૧૨ સૈનિકો હોય છે. મોટી હોનારતમાં બચાવ કાર્ય કે તોફાનો દરમિયાન જરૂર પ્રમાણે
બટાલિયન કે કંપની મોકલવામાં આવે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.