આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 21 June 2014

♥ ચિત્તાની ઝડપી દોડનું રહસ્ય ♥

♠ GK BLOG ♠
www.aashishbaleja.blogspot.com

→ પૃથ્વી પરના સ્થળચર પ્રાણીઓમાં સૌથી વધુ ઝડપે દોડનાર પ્રાણી ચિત્તો છે. તે કલાકના ૧૧૩
કિલોમીટરની ઝડપથી દોડે છે.

♠ ચિત્તામાં ઝડપથી દોડવાની શક્તિ ક્યાંથી આવતી હશે તે જાણો છો?

- કોઈપણ વાહન કે પ્રાણીને ઝડપથી દોડવા માટે તેનો આકાર મહત્ત્વનો છે. જેમ ઘર્ષણ ઓછું તેમ ગતિ વધે. ચિત્તાનું પાતળું શરીર આ લાભ આપે છે. ચિત્તાના આગલા પગના પંજા જોરદાર હોય છે. કૂદકો મારી જમીન પર પક્કડ જમાવી શકે છે એટલે લપસી પડતાં નથી.

- વળી તેના પાછલા પગ પણ લાંબા હોય છે અને કરોડરજ્જુ સ્થિતિસ્થાપક હોય છે. ઝડપથી દોડતી વખતે તે બેવડ વળીને પાછલા પગ મોંથી પણ આગળ લઈ જઈ શકે છે એટલે તેની છલાંગ લાંબી બને છે અને એક છલાંગે અંતર વધુ કાપે છે.

- ચિત્તાના નસકોરાં મોટા હોય છે એટલે તે શ્વાસમાં વધુ હવા લઈ શકે છે. તેના ફેફસાં અને હૃદય પણ મોટાં હોય છે જે વધુ ઓક્સિજન લઈને શરીરને
ઝડપથી લોહી પણ પૂરું પાડે છે.

- આમ ચિત્તાની રચના જ દોડવા માટે જ સર્જાઈ છે. દોડતી વખતે તેની લાંબી પૂંછડી બેલેન્સ જાળવવામાં અને દિશા બદલવામાં ઉપયોગી થાય છે.

- ચિત્તો મોટેભાગે હરણ અને સાબર જેવા ઝડપથી દોડનારા પ્રાણીઓનો શિકાર કરે છે. એટલે તેને ખોરાક મેળવવા ઝડપથી દોડવું જ પડે અને કુદરતે તેનું શરીર પણ તેવું જ ઘડયું છે.

♠ GK BLOG ♠
www.aashishbaleja.blogspot.com

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.