આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday 16 June 2014

♥ એક મીટર લંબાઇ ♥

→ એક મીટર લંબાઇ કેવી રીતે નક્કી થઇ ? ←

પ્રાચીન કાળમાં હાથ અને
આંગળીની લંબાઇ કે જાડાઇ પ્રમાણે
લંબાનું માપ ગણાતું. કોઇ વસ્તુ
કેટલા કદની છે તે કહેવા ચાર આંગળ કે આઠ
આંગળ જેવા શબ્દો વપરાતા. અંતર માટે
કેટલા હાથ લંબાઇ છે  તે જણાવાતું
આમાં હાથ એટલે પંજાથી કોણી સુધીનું
અંતર.

→ પ્રાચીન મીસરમાં જમીન
માપવા માટે રાજવીઓ માપ નક્કી કરતા અને ચોક્કસ માપની સાંકળ રાખતા. તેમના રાજ્ય પૂરતી જમીનની માપણી તે સાંકળ દ્વારા થતી. ત્યાર બાદ ફૂટ, વાર અને ગજ જેવા લંબાઇના પ્રમાણ માપ પ્રચલિત બન્યા. આજે વિશ્વભરમાં લંબાઇનો એક
મીટર ગણાય છે.

→ પૃથ્વીના વિષૃવવૃતથી ઉત્તરમાં આવેલા ધ્રુવના તારા સુધીના અંતરના કરોડમા ભાગને
એક મીટર નામ અપાયું જે વિશ્વભરમાં લાગુ કરાયો. આ મીટર ૩૯.૭૭
ઇંચનો હતો.

→ ૧૯૬૦માં વધુ ચોક્સાઇ માટે
વિજ્ઞાાનનો આશરો લેવાયો. ક્રિપ્ટન
ધાતુના કેસરી રંગના મોજાની તરંગ
લંબાઇને મીટર નામ અપાયું.

→ આજે આપણે મીટર ગણીએ છીએ તે ૧૯૮૩માં નક્કી થયેલી ફોર્મ્યુલા છે. તે મુજબ શૂન્યાવકાશમાં પ્રકાશ ૧/૨૯૯૭૯૨૪૫૮ સેકંડમાં એક મીટર અંતર કાપે છે. દરેક તોલમાપ વિજ્ઞાાનિક ધોરણે
આંતરરાષ્ટ્રીય કક્ષાએ નક્કી થયા. જે તે
સિસ્ટમ ઇન્ટરનેશનલ યુનિટ કહે છે. જોકે
પશ્ચિમના દેશોમાં લંબાઇ માટે મીટર
કરતાં અંતર માટે માઇલનું પ્રમાણ માપ
પ્રચલીત છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.