આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 16 June 2014

♥ યુદ્ધમાં વપરાતું વાહન - ટેન્ક ♥


- શહેરના રસ્તાઓ ઉપર જાતજાતના વાહનો જોવા મળે જંગી કદના બુલડોઝરની પણ હવે નવાઇ
નથી. પરંતુ યુધ્ધમાં રણમોરચા પર ઉપયોગમાં આવતી ટેન્ક આપણને માત્ર પ્રજાસત્તાક દિનની પરેડમાં જ જોવા મળે છે.

- ટેન્ક ખાડા ટેકરા જેવા વિષમ રસ્તા પર ચાલતું
અનેક પૈડાવાળું સાધન છે.

- ટેન્કને વાહનને બદલે શસ્ત્ર કહીએ તો પણ ખોટું નથી.

♥ ૧૯૧૪ થી ૧૯૧૮ સુધી ચાલેલા પ્રથમ વિશ્વયુધ્ધમાં ટેન્કોનો વધુ ઉપયોગ થયો હતો અને નવી ટેકનોલોજી દ્વારા તેનો વિકાસ પણ થયો હતો. યુધ્ધમાં વધુ ઉપયોગિતાને કારણે ટેન્કની રચના અને ક્ષમતામાં ઘણા સુધારાવધારા થયા.

♥ ઇ.સ.૧૯૩૯થી ૧૯૪૫ દરમિયાન થયેલા બીજા વિશ્વયુધ્ધમાં વધુ ક્ષમતાવાળી ટેન્કોનો ભરપૂર ઉપયોગ થયેલો.

♥ ટેન્કની રચના વિશિષ્ટ હોય છે. ગમે તેવા ઉબડખાબડ રસ્તા પર ચાલવા માટે તેને ચાર કરતાં વધુ પૈડાં અને પૈડા ઉપર પહોળો ચેન હોય છે. ચારે તરફથી બંધ વાહનમાં દારૃગોળો અને ટોચ ઉપર તોપનું નાળચું હોય છે. નાળચું ચારે તરફ અને ઉપરનીચે ફરી શકે તેવી ગોઠવણ હોય છે.

♥ ટેન્કના જંગી કદ અને આકારની કલ્પના માટે
ભારતની વિજયન્તા ટેન્કનો દાખલો જોઇએ.

♥ વિજયન્તા ટેન્ક ૧૯૬૫થી ૨૦૦૮ સુધી ભારતીય
સેનામાં ઉપયોગમાં લેવાયેલી. ૩૯૦૦૦
કિલોગ્રામ વજનની આ ટેન્ક ૩૨.૧૧ ફૂટ
લાંબી અને ૧૦ ફૂટ પહોળી હતી.

♥ ૮ ફૂટ ઊંચા મથાળા પર ૩ ઇંચ વ્યાસના નાળચાવાળી તોપ હતી. જેમાંથી એક સમયે ૪૪ દારૃગોળા છોડી શકતા.

♥ ટેન્ક ૫૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી દોડતી.

♥ ભારતીય સેનામાં હાલમાં ઉપયોગમાં લેવાતી અર્જુન ટેન્ક પણ અજાયબ છે. ૫૮ ટન વજનની અર્જુન ૩૪ ફૂટ લાંબી અને ૧૨ ફૂટ પહોળી છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.