♠ પૃથ્વી પરનું સદીઓ જૂનું ફળ - દાડમ ♠
લાલ ચટક ભરપુર દાણાવાળું દાડમ લોકપ્રિય ફળ છે આયુર્વેદમાં ઘણા રોગોમાં તે ઉપયોગી છે.
→ ઇ.સ. પૂર્વે ૧૦૦ના સમયમાં પણ લોકો દાડમનો ઉપયોગ કરતા.પર્શિયા, ઇજીપ્ત અને રોમમાં પ્રાચીન કાળમાં દાડમ મહત્ત્વનું લોકપ્રિય ફળ હતું.
→ તેના વિશે અનેક દંતકથાઓ અને માન્યતાઓ
પ્રચલિત હતી.
→ દાડમનું વૃક્ષ ૧૫ ફૂટ ઊંચુ થાય છે અને તે એક
સો વર્ષ કરતાંય વધુ સમય ફળો આપે છે.
→ દાડમની ૭૬૦ જાતો જોવા મળે છે.
→ દાડમ પ્રાચીન સંસ્કૃતિઓ અને આયુર્વેદમાં ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક ફળ ગણાય છે.
→ પ્રાચીન ગ્રીસમાં ધાર્મિક પ્રસંગો અને લગ્ન વિધિમાં દાડમ વધેરવામાં આવતું.
→ બેબીલોનના પ્રાચીન ધર્મગ્રંથો અને કુરાનમાં પણ દાડમનો ઉલ્લેખ જોવા મળે છે. ઇજીપ્તના પિરામિડોમાંથી પણ દાડમ સંગ્રહાયેલા મળી આવ્યા હતા.
→ દાડમની ખેતી વિશ્વભરના તમામ દેશોમાં થાય છે.
→ જાપાનમાં ટચુકડા બોન્સાઇ વૃક્ષ માટે દાડમના ઝાડની પ્રથમ પસંદગી થાય છે.
→ આયુર્વેદમાં દાડમની છાલ, વૃક્ષનાં પાન અને વૃક્ષનાં મૂળ પણ ઔષધ તરીકે વપરાય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.