આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday 27 June 2014

♥ શેવાળ ♥

→ નદીકિનારે જાઓ તો પાણીમાં ભિંજાયેલા રહેતાં પથ્થરો પર ચિકણી લીલ બાઝેલી જોવા મળે છે.
આપણા બાથરૃમમાં ખૂણામાં પણ નિયમિત
સફાઇ ન થાય તો લીલા રંગની લીલ બાઝેલી જોવા મળે છે. આ ચીકણી લીલ આપણને ગમે નહીં પરંતુ તમે જાણો છો કે પૃથ્વી ઉપરની તમામ વનસ્પતિની તે માતા છે. તેને શેવાળ પણ કહે છે.

→ પૃથ્વી પેદા થયા પછી ઠંડી પડી અને મહાસાગરો અસ્તિત્વમાં આવ્યા પછી સૌપ્રથમ પાણીમાં સજીવ તરીકે શેવાળ પેદા થયો. લીલા રંગના શેવાળમાં ક્લોરોફિલ હતું એટલે સૂર્યપ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી તેને ઓક્સિજન મળવા લાગ્યો. આમ તે પૃથ્વી પરની પ્રથમ વનસ્પતિ બની.

→ શેવાળ એકકોષી સજીવ છે. લીલા શેવાળ
પછી લાલ અને ભૂરા શેવાળ પેદા થયા.

→ શેવાળને સાઇનો બેક્ટેરિયા પણ કહે છે. આ
બેક્ટેરિયા સૂર્યપ્રકાશ અને ઓક્સિજનની મદદથી બહુકોષી જીવ તરીકે વિકાસ પામ્યા અને પૃથ્વી હરિયાળી બની.

♥ U R WATCHING.....
www.aashishbaleja.blogspot.com

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.