આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 1 June 2014

♥ હીરો ♥

→ સૌથી સખત અને
કિમતી પદાર્થ - હીરો
* માણસ માટે સૌથી વધુ આકર્ષણ
જન્માવનારા હીરા એ પૃથ્વીના પેટાળમાંથી
મળતું ખનીજ છે.
પેટાળમાં ૧૬૦ કિલોમીટર યા વધુ ઊંડાઇએ
રહેલા ધગધતા લાવા રસની ગરમી અને
પ્રચંડ દબાણમાં કાર્બનમાંથી હીરા બને
છે. જાણીને નવાઇ લાગે પણ
પૃથ્વીના પેટાળમાં આ
ક્રિયા હજારો વર્ષ ચાલે ત્યારે
હીરા તૈયાર થાય છે અને સચવાયેલા રહે છે.
* પૃથ્વીના પેટાળમાં સતત ફેરફારો અને
હલનચલન થતા હોય છે. લાવારસ ઠરીને
ખડક બને અને હલનચલનથી તે સપાટી તરફ
ખસે ત્યારે ખનીજો પૃથ્વીની સપાટી નજીક આવે છે. ક્યારેક ઓછા દબાણે તૈયાર થયેલા માણેક કે
નિલમ, ક્વાર્ટઝ પણ તેમાં હોય છે. આ
બધા કીમતી પદાર્થો છે
તેમાં હીરા સૌથી સખત અને કીમતી છે.
*હીરો એ કાર્બન છે, કોલસો પણ કાર્બન જ
છે. પરંતુ અણુબંધારણમાં ફેર
હોવાથી બંનેના ઉપયોગ અને કિંમત
જુદા છે. હીરાને તે ૭૬૦ ડિગ્રી સેલ્શિયસ
તાપમાને ગરમ કરવાથી સીધો જ વાયુ
બની ઊડી જાય છે.
*હીરાનો ઉપયોગ માત્ર ઘરેણામાં જ
નહીં પણ જ્યાં સખત પદાર્થની જરૃર હોય
તેવાં યંત્રોમાં પણ થાય છે. હીરાને
ઘસારો ઓછો લાગે છે. એટલે
ઉત્પાદનના ૮૦ ટકા હીરા ઉદ્યોગોમાં વપરાય છે.
*હીરાનું વજન કેરેટમાં મપાય છે.
હીરા ખાણમાંથી નીકળે ત્યારે
કાંકરા જેવા હોય છે. તેને કાપીને ષટકોણ કે
ત્રિપાર્શ્વ પાસા પાડવાથી તેજસ્વી અને
રંગબેરંગી પ્રકાશથી ઝળહળે છે.
કેટલાક હીરા વિશ્વપ્રસિદ્ધ થયા છે.
*અમેરિકાનો હોપ ડાયમંડ ૪૦૦ વર્ષ
પહેલા ભારતની કોલર ખાણમાંથી મળી આવ્યો હતો. ૧૧૨.૧૮ કેરેટનો આ હીરો ફ્રાન્સના રાજવીએ
ખરીદેલો આજે તે અમેરિકાના નેશનલ
મ્યુઝિયમમાં જોવા મળે છે.
* વિશ્વનો સૌથી મોટો હીરો કુલિનાન
દક્ષિણ આફ્રિકાની ખાણમાંથી મળેલો.
૩૧૦૬ કેરેટનો આ હીરો બ્રિટનના મહારાણીને
ભેટ આપવામાં આવેલો.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.