આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 1 June 2014

♥ મહેંદી ♥

     →બધાને ખબર છે કે મહેંદી રંગ લાવે છે. એટલે કે મહેંદી લગાવવામાં આવે તો હથેળી
લાલ રંગની બની જાય છે. આપણા દેશમાં
લોકો મહેંદીનો ઉપયોગ હાથને સજાવવામાં
જ નહીં, બલકેે વાળને રંગવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. એના ઠંડક આપવાના ગુણના કારણે આયુર્વેદિક ચિકિત્સામાં પણ એનો
ઉપયોગ થાય છે.

* મહેંદીની પાંદડીઓ લીલી હોય છે. એનો
લાલ રંગ એની પાંદડીઓમાં જ હોય છે. શું તમે
વિચાર્યું છે કે આ મહેંદી છેવટે લાલ રંગ જ
શા માટે લાવે છે?

→ અસલમાં મહેંદીમાં રહેલાં લાસોન
અથવા હેનોટેનિક નામનું એસિડ જ
એના લાલ રંગને અલગ કરે છે. એ જ
એસિડના કારણે એનું વૈજ્ઞાાનિક નામ
'લાયોનિયા ઇંટરમિસટ'
રાખવામાં આવ્યું છે. લાસોન
ચાની પત્તીઓમાં મળી આવતા ટેનિન
જેવું જ હોય છે. ટેનિન કપડાં પર
ભૂરા રંગનો ડાઘ છોડે છે, પરંતુ મહેંદી ફક્ત
બહારની ચામડીને જ રંગવામાં સફળ થાય
છે. એનું કારણ એ છે કે
મહેંદીની ભેદવાની શક્તિ ફક્ત
ચામડીની બહારની મૃત કોશિકાઓ
સુધી જ સિમિત હોય છે. એટલે જ
મહેંદી ચામડીના બહારના ભાગને જ રંગીન
કરે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.