આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 4 May 2014

♥ કૂતરો ♥

♥ માણસના દોસ્ત કૂતરા વિશે આ
જાણો છો ?

→ પ્રાચીનકાળથી માણસ
રોજીંદા જીવનમાં ઉપયોગી થાય
તેવા પ્રાણીઓ પાળે છે. પાલતું
પ્રાણીઓમાં કૂતરા અને બિલાડી મોખરે
છે. તેમાંય કૂતરા તેમની વફાદારી માટે
જાણીતા છે. કૂતરાની ઘણી જાત હોય છે.
દરેકની જુદી જુદી ખાસિયતો હોય છે.

→ ડોબરમેન જાતના કૂતરા ગંધ
પારખવામાં નિષ્ણાંત છે. તે પોલીસને
ગુનેગારોને શોધવામાં ઉપયોગી થાય છે.

* શોખીનો માટે સૌથી નાનો કૂતરો મેક્સિકોનો શિવાના છે જે માત્ર ૬૦૦ ગ્રામ વજનનો હોય છે. વુલ્ફ હાઉન્ડ તેની ઊંચાઇ માટે જાણીતા છે.

* બર્ફીલા પ્રદેશોમાં એસ્કિમોની સ્લેજગાડી ખેંચતા કૂતરા હસ્કી ખૂબ જ મહેનતુ હોય છે. દરેક કૂતરાની કેટલીક ખાસિયતો જાણવા જેવી છે.

* કૂતરા સ્થિર વસ્તુઓને જોઇ
શકતા નથી પરંતુ હલનચલન કરતી વસ્તુને
દૂરથી જોઇ શકે છે.

* કૂતરાના કાનમાં ૧૮ સ્નાયુઓ હોય છે. તે
બંને કાન સ્વતંત્ર રીતે જુદી જુદી દિશામાં
ફેરવી શકે છે.

* ગ્રેહાઉન્ડ કૂતરા કલાકના ૬૦
કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

* કૂતરાના શરીરનું તાપમાન હમેશાં ૧૦૦
ડિગ્રી ફરેનહીટ કરતા વધુ રહે છે.

* કૂતરાને શરીરે નહીં પણ પગના તળિયે
પરસેવો વહે છે.

* કૂતરા ૨૫૦ અંશના ખૂણે ચારે તરફ નજર
ફેરવી શકે છે.

* ગલુડિયાં જન્મે ત્યારે આંધળાં અને
બહેરાં હોય છે. બે અઠવાડિયા પછી
તેમની આંખો અને કાન ખૂલે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.