આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 1 May 2014

♥ અદભુત માનવીઓ ♥

→ ઇ.સ.૧૯૯૭માં ગૈરી કાસ્પોરોની શતરંજ
રમવાની ક્ષમતાનું આકલન
કરવાથી જાણવા મળ્યું કે ચેસ બોર્ડ પર જે
ગતિથી તે રમી રહ્યો હતો તે ત્રીસ લાખ
એમ.આઇ.પી.એસ. સમકક્ષ હતી. આ અદભુત
ક્ષમતા માનવીય મસ્તિષ્કનો ફકત
ત્રીસમો ભાગ હતી. જો સમગ્ર
મસ્તિષ્કનો ઉપયોગ કરી શકાય તો આ જ
મસ્તિષ્કથી અસંભવ અને અકલ્પનીય
ચીજોને જોઇ અને સમજી શકાય છે.

→ માનવીય મસ્તિષ્ક કોઇ પણ કોમ્પ્યુટર
કરતા અત્યતં જટિલ અને બેનમુન છે.
તેની યાદશકિતની ક્ષમતા,
કલ્પનાશીલતા, વૈચારિક ક્ષમતા વગેરે
અનેક ક્રિયાઓ આશ્વર્યચકિત કરનારી છે.

→ હૈદરાબાદનો ૧૨ વર્ષનો બાળક નિશ્વિલ
નારાયણમ ૨૨૫ વસ્તુઓને જોઇને
તેના નિશ્વત ક્રમમાં નામ અને ગુણ
બતાવી દે છે. તેની આ સ્મરણશકિત એક
ચમત્કાર સમાન છે, જે કોઇ પણ કોમ્પ્યુટર
કયાંય વધારે શકિતશાળી છે.

→ એવી માન્યતા છે કે વધતી ઉંમર યાદશકિત
માટે બોધક હોય છે, પરંતુ
સવાના મિસૌરીના ૮૩
વર્ષની ઉંમરના લાવેલ ડેવીસ જેને તેઓ ત્રણ
વર્ષની ઉંમરથી આજ સુધી મળતા રહ્યા છે.
તે તમામ લોકોની યાદોને જીવતં
રાખીને જીવે છે. તેમણે પોતાની આ તમામ
યાદોને પોતાની ૭૩
વર્ષની ઉંમરથી લખવાની શરૂ કરી અને દસ
વર્ષેાની મહેનતથી ૮૩ વર્ષની ઉંમરે
૧૯૮૩માં પુરી કરી. આ દરમિયાન તેઓ ૩૪૮૬
લોકોને મળી ચુકયા હતાં. જેમનું વિસ્તૃત
વર્ણન તેમણે ૬૯ પાનાઓમાં કર્યુ છે.
યાદશકિતનું આ અજોડ ઉદાહરણ છે.

→ સામાન્ય માણસની ક્ષમતા તો સર્વવિદિત છે, પરંતુ માનસિક રીતે વિકલાંગ ગણાતા લોકોનું
જીનીયસ હોવું એ તો એનાથી પણ વધારે
આશ્વર્યચકિત કરનાર છે. સાલ્ટ લેક સિટી,
ઉટાના કિમવિક બાળપણથી માનસિક
વિકલાંગ છે, પરંતુ તેમ છતાં તે દરરોજ આઠ
પુસ્તકો વાંચી લે છે. આઠ
પુસ્તકો વાંચવા તે તેનું રોજનું કામ છે.
તેની વાંચવાની રીત પણ અજોડ છે. તે
પુસ્તકનું ડાબું પાનું ડાબી આંખથી અને
જમણું પાનું જમણી આંખથી વાંચે છે. ફકત
વાંચે છે એટલું જ નહી તેની ૯૮ ટકા ચીજોને
સમજી પણ લે છે. તેને એક પાનું વાંચતા દસ
સેકંડ લાગે છે, જયારે એક સરેરાશ વ્યકિતને
વાંચતાં ત્રીસ મિનિટ લાગે છે.

→ મેસેચ્યુસેટસના રૈંડોલ્ફના ટોની ડિબ્લાયસ
જન્મથી અંધ હતા, પરંતુ બે
વર્ષની ઉંમરથી પિયાનો શીખ્યા.
અત્યારે તેઓ ૨૦ સંગીત વાધોને વગાડે છે
તથા આઠ હજાર ગાયનો કંઠસ્થ કરેલા છે.

→ ઈંગ્લેન્ડના સરેના ડેરેક પરાવિસીની પણ
અંધ જ નથી, પરંતુ તેઓ
તો શીખવાની ક્ષમતા (લનિગ એબિલીટી)થી પણ પૂર્ણપણે વંચિત છે, પરંતુ
તેમની યાદશકિત એટલી તેજ છે કે કોઇ પણ
સંગીતને એક વાર સાંભળીને જ તેને ગાઇ લે
છે.

→ વિસ્કોન્સિનના મિલવાડાના રહેવાસી લેસકી લેંબે જન્મથી અંધ હતાં. તેમણે
પોતાના જીવનકાળમાં પિયાનોને
સ્પર્શ સુધ્ધાં કર્યેા ન હતો. જયારે તેમને
ખબર પડી કે ટી.વી.માં કોઇ પ્રોગ્રામ
થઇ રહ્યો છે તો તેમાં તેમણે પહેલી વાર
ભાગ લીધો અને
ત્યાં ટી ચૈકવોસ્કીનો પિયાનો વગાડયો.
સૌના આશ્વર્યની વાત હતી કે તેઓને આ
કાર્યક્રમમાં વિશેષ જાહેર
કરવામાં આવ્યા.

→ ઈંગ્લેન્ડના ડેનિયલ ટૈમેટ
ગણિતના ગુણાકાર–ભાગાકાર કોઇ પણ
કોમ્પ્યુટરથી પણ વધારે
ઝડપથી કરી બતાવે છે. તેઓ કોઇ પણ
સંખ્યાનું વર્ગમુળ કેલ્કયુલેટર કરતાં પણ
જલ્દી બતાવી દે છે. ટૈમેટ ૨૨૫૧૪ ડેસીમલ
સ્થાનની પાઇને પણ મોઢે કહી દે છે.
તેમની યાદશકિત ગમે તેને ચોંકાવવા માટે
પૂરતી છે, જે એમ દર્શાવે છે કે માણસ ધારે
તો પોતાની ક્ષમતાને ગમે
તેટલી વધારી શકે છે.

→ ભારતીય નારી શકુંતલાએ પણ
એમના જર્મનીના એક કાર્યક્રમ વખતે
ગણિતના એક દાખલામાં કોમ્પ્યુટરને
પરાજીત કરેલું.

→ ડેવિડ કિડ ગણિતના સવાલોને હલ કરી શકતા નથી. તેની સાથે એક ખુશીની વાત એ પણ છે કે
તેઓ કોઇ પણ તારીખ સાંભળીને
તેનો દિવસ, વર્ષ વગેરે બતાવી દે છે. તેઓ
આ અદભુત કામ વર્તમાન, ભુતકાળ અને
ભવિષ્યના વર્ષેામાં કરી લે છે.

→ ઓગસ્ટ, ૨૦૦૬માં હોગકોંગ બૈરિએસ્ટ
યુનિવર્સિટીમાં ન બનવા જેવી ઘટના બની. આ
ઘટનાથી તમામ આશ્વર્યચકિત અને
વિસ્મિત હતાં. બન્યું એવું કે નવ
વર્ષના બાળક માર્ચ ટિઆન
બોરદિજાર્જાેને 'ગણિત માનવ' જાહેર
કરીને તેને વિશ્વ વિધાલયમાં પ્રવેશ
આપી દેવામાં આવ્યો.

→ માર્ચ ટિઆનનું ગણિત સુપર કોમ્પ્યુટર જેવું હતું. તેઓ મુશ્કેલીમાં મુશ્કેલી સવાલને હલ
કરવામાં પળનોય વિલબં કરતા ન હતાં.

→ ઈંગ્લેન્ડના ડર્બીના બેસ પ્રીડમોરને
ગંજીફાનાં પત્તાંના બાદશાહ
માનવામાં આવતા હતાં. તેઓ બાવન
પત્તાંને વિખેરી નાંખતા હતાં. આ
વિખરાયેલા પત્તાંને ફરીથી યોગ્ય
ક્રમમાં વ્યવસ્થિત કરવામાં તેમને માત્ર
ત્રીસ સેકડં લાગે છે. તેમની યાદશકિતને
જોઇને લોકો તેમને 'કાર્ડએશ' કહે છે.

→ કહેવાય છે કે શીખવાની કોઇ ઉંમર
હોતી નથી કે માનસિક ક્ષમતા તેને
બાધિત કરી શકતી નથી. આવું જ થયું ચાર
વર્ષના બાળક ડેલન હા ગ્રીવની સાથે. તે
નહોતો કાંઇ બોલી શકતો, નહોતો કાંઇ
શીખી શકતો. એક વખતે તેણે ઘરના પાલતુ
પોપટ પાસેથી એક શબ્દ શું સાંભળ્યો કે
ચકલીના બધા અવાજોનું અનુકરણ
કરવા લાગ્યો. આ સંદર્ભમાં નેપાળના ગૌતમ
સપકોટાનો અંદાજ વધારે અનોખો છે.
તેઓ કાગડા સાથે વાત કરે છે અને
તેની ભાષામાં બોલીને કોઇ પણ
કાગડાને પોતાની વાત મનાવી પણ લે
છે. તેઓ કાગડાના તેર
પ્રકારના અવાજોને જાણે છે. ગૌતમ ૧૧૫
પ્રજાપતિઓના અવાજોને તે જ સ્વરૂપે
દોહરાવે છે.

♥ માનવ મસ્તિષ્કને આ કારણસર
જ ભાનુમતિનો પટારો કહેવામાં આવે છે,
જેમાંથી ગતે ત્યાં ગમે તે કાઢી શકાય છે.
મસ્તિષ્ક કોઇ પણ કોમ્પ્યુટર કરતાં વધુ
અતુલનીય અને અકલ્પનીય છે.
તેની ક્ષમતાને હજારોગણી વધારી શકાય
છે. ક્ષમતાના વિકાસમાં સંકલ્પબળ, સંયમ
અને ધીરજની આવશ્યકતા હોય છે.
સંકલ્પબળ દ્વારા મસ્તિષ્કીય
ક્ષમતાનો અનંતગણો વિકાસ સંભવ છે.
આથી આપણે પણ સંયમ, એકાગ્રતા અને
સંકલ્પ દ્રારા મસ્તિષ્ક રૂપી જૈવ
કોમ્પ્યુટરનો સવાગી વિકાસ
કરવો જોઇએ

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.