આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 29 April 2014

♥ સેફ્ટી પિન ♥

♥ સેફ્ટી પિનની શોધ કેવી રીતે થઇ?

ભૂતકાલીન અનેક
શોધો વૈજ્ઞાનિકોએ
શોધવાની મથામણ કર્યા પછી થઇ છે. આ
વસ્તુ શોધવી છે એવા ખ્યાલ સાથે અનેક
વિજ્ઞાનીઓ અને સંશોધકો કે નિર્માણ
દ્રારા અનેક અવિષ્કારો કરી ચૂકયા છે.
પણ એ વસ્તુઓ સ્થળો કે
સિધ્ધાંતોની શોધ કરવા પાછળ
વિજ્ઞાનીએ પોતાના અભ્યાસ સુઝ–
સમજ અને કુદરતી કે સર્જીત
સાધનોનો શકય તેટલો ઉપયોગ કર્યેા છે.
પણ જગતમાં એવીય કેટલીક
ઉપયોગી વસ્તુઓની શોધ અનાયાસ
આકસ્મિક રીતે જ થઇ છે. મજાક
મજાકમાં થયેલી શોધ પણ
ઘણી ઉપયોગી સિદ્ધ થઇ છે તમે
કહો છો એમ સેફટીપીનની શોધ પણ
અકસ્માન રમૂજી રીતે જ થઇ છે.

અમેશિકામાં વોલ્ટર હન્ડ નામનો એક
માણસ રહેતો હતો. તે લુહારી કામ કરતો.
તેની પત્ની બહુ કજિયાખોર
સ્વભાવની હતી અને નાની–
નાની વાતો પર તેને પજવ્યા કરતી. એક
વખત આ તેના  ફ્રોકનાં બટન તુટી ગયાં.
એ કહેવા લાગી: 'બજારેથી બટન
લાવી આપો નહી તો હું રસોઇ
નહી કરૂં'. વોલ્ટર હન્ડ પણ આળસુ હતો. ન
તો એ બજારે
જવાની તસ્દી લેવા માગતો હતો ન
પત્નીને નારાજ કરીને
રસોડામાં રજા પાડવાની તેની ઇચ્છા હતી !

એવામાં એકાએક એને એક યુકિત સુઝી. એણે
પોતાની નજીક પડલ એક
તારનો ટુકડો લીધો અને એને ખાસ રીતે
વાળીને પોતાના પત્ની તરફ ફેંકતા કહ્યું:
'બટનને બદલે આ પિન ભરાવી લે !'.
પત્નીએ તેમ કર્યુ તો જણાયું કે
બટનની જગ્યાએ આ રીતે
વાળેલો તારનો ટુકડો કપડામાં લગાડવાનું
વધુ સુગમ છે. વોલ્ટર હન્ટરનું પણ એ તરફ
ધ્યાન ગયુ. પછી એણે
એમાં થોડો સુધારો કર્યેા અને શોધને એક
અમેરિકી ઉધોગપતિને ૧૦૦
ડોલરમાં વેંચી દીધી.

કારખાનામાં બનીને તૈયાર થનાર આ
ખાસ પ્રકારનો વાળેલો ટુકડો 'સેફટી–
પીન'ના નામથી બજારમાં વેંચવા લાગ્યો.
કેવી આકસ્મિક રીતે થયેલી આ સેફટીપિન
જેણે સમય જતાં અનેક રૂપો અને
આકારો ધારણ કર્યા. જેને આપણે અલપીન
કહીએ છીએ જે કાગળોને ફાડયા કે
વિંધ્યા વીના એક સાથે રાખી શકાય
એવી લંબગોળ ત્રિકોણ કે વિવિધ
આકારોની અને પદાર્થેા જેમ કે
પ્લાસ્ટીક, લોખંડ, ચાંદી, સોનું કે
સ્ટેઇનલેસ સ્ટીલની સેફટી પીનો પછી તો મળવા લાગી.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.