આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 20 March 2014

♥ પ્રાણીજગત ♥

♥ અમેરિકામાં 58 મિલિયનથી પણ વધુ
કૂતરાં છે

♥ એક છછુંદર એક રાતમાં ૩૦૦ ફૂટ
ઊંડો ખાડો ખોદી શકે છે.

♥ વંદાનું માથું કપાય ગયા બાદ પણ
થોડા અઠવાડિયા જીવતો રહી શકે છે.

♥ ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે.

♥ ધ્રુવીય રીંછ એક વખતમાં આશરે ૮૬
પેન્ગવિન ખાય શકે છે.

♥ ડોલ્ફીન એક આંખ ખુલી રાખીને ઉંઘી શકે
છે.

♥ કાંગારૂં પાછા પગલે ચાલી શકતું નથી.

♥ શાંર્ક સો વર્ષ કરતા વધુ જીવી શકે છે.

♥ હમિંગબર્ડ રૂપિયા કરતા પણ હલકાં વજનનું હોય છે.

♥ The Yeti એટલે હિમાલયનો એવો જીવ જે
અડધો માણસ અને અડધો વાંદરો છે.

♥ ગધેડાની આંખની રચના કંઈક એવી છે કે તે
એકસાથે તેની આંખો વડે ચાર પગને
જોવાની ક્ષમતા ધરાવે છે..

♥ હરણની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિ તરીકે
ઓળખાતું આઈરિશ ડિયર ૭,૭૦૦ વર્ષ અગાઉ
લુપ્તપ્રાય થઈ ગયું...

♥ મરઘીનાં બચ્ચાંની એક વારની ઉડાન ૧૩
સેકન્ડ જેટલી લાંબી હોય છે…

♥ કાસ્પિઅન ટાઈગર
વાઘની પ્રજાતિમાં સૌથી વિશાળ હતું.

♥ બિલાડી તેના જડબાંને આગળ પાછળ
નથી હલાવી શકત

♥ આફ્રિકામાં રોમ્બાસાના હેલરપાર્કમાં હિપોપોટેમસનું બચ્ચું અને જંગી કદનો કાચબો છેલ્લા એક વર્ષથી હળીમળીને રહે છે.

♥ અવકાશમાં પહેલો ઊંદર ૧૯૬૧માં ફ્રાન્સ
દ્વારા મોકલવામાં આવ્યો હતો.

♥ મચ્છરો સૌથી વધુ
વાદળી રંગથી આકર્ષાતા હોય છે.

♥ મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા માટે
વાદળી રંગનો ઉપયોગ ટાળવો.

♥ હમિંગ બર્ડ એક માત્ર એવું પક્ષી છે, જે
ઊંધી દિશામાં પણ ઊડી શકે છે.

♥ એક કેટફિશના શરીર પર ૨૭,૦૦૦ સ્વાદ
ગ્રંથિઓ હોય છે.

♥ મચ્છર ફક્ત પોતાના પ્રજનનકાળ
દરમિયાન જ આપણું લોહી ચૂસે છે.

♥ વોલરસ દરેક વાળ ૩ મિલીમીટર
જેટલો જાડો હોય છે.એટલે કે
મનુષ્યના વાળથી ૪૦ ગણો જાડો.

♥ ઘોડાની ૩૫૦થી પણ વધુ
જાતો જોવા મળે છે.

♥ વોલરસના નાક પર લગભગ ૭૦૦
જેટલાં વાળ હોય છે.

♥ હાથી ના દરેક દાંતનું વજન ૪ કિગ્રા જેટલું
હોય છે.

♥ હાથી એક દિવસમાં અડધો ટન
જેટલો ખોરાક આરોગી જાય છે.

♥ બધી જાતના કરોળિયામાં જાળાં ગૂથવાની ગ્રંથિઓ હોય છે.પરંતુ બધાં કરોળિયા જાળાં નથી ગૂંથતા.

♥ સસલું ઊંચાઈ પર ચડતી વખતે એક જ વખતે
ચાર મીટર સુધીનો ઊંચો કૂદકો મારે છે.

♥ દિલ્હીના પ્રાણી સંગ્રહાલયમાં ચાર ફૂટ
લાંબી એક ગરોળી છે. જે ઝેરી નથી.

♥ એક રીંછનું વજન ૪૦૦થી ૬૦૦ કિલો હોય છે.

♥ જર્મનીના વૈજ્ઞાનિકોના મત પ્રમાણે
ઊંદર તથા કબૂતર ડોલ્ફીન કરતાં વધારે
સમજદાર હોય છે.

♥ બિલાડી પોતાના જીવનનો અડધો ભાગ
તો સૂવામાં જ પસાર કરે છે.

♥ હિપોપોટેમસ તેના મોઢાને ચાર
ફૂટની લંબાઈ સુધી ખોલી શકે છે.

♥ રીંછને ૪૨ જેટલા દાંત હોય છે.

♥ છછુંદર બાર કલાકમાં ત્રણસો ફૂટ
ઊંડો ખાડો ખોદી શકે છે.

♥ મગરને તેના જીવનકાળ દરમિયાન બે વાર
દાંત આવતા હોય છે.

♥ શાહુડીનું હૃદય એક મિનિટમાં ૩૦૦ વાર
ધબકતું હોય છે.

♥ સામાન્ય સાપ કરતાં કોબ્રા ખૂબ
ઝડપથી કોઈ વસ્તુનો ભેદ પારખી શકે છે.
અને નવી વસ્તુ શીખી શકે છે.

♥ ગોલ્ડ ફિશ ત્રણ સેકન્ડની યાદશક્તિ ધરાવે છે.

♥ સસલાનું આયુષ્ય દસ વર્ષનું હોય છે.

♥ વિશ્વનો સૌથી ઝડપી ચાલતો સાપ
બ્લેક મમ્બા છે. જે સાત માઇલ
પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.

♥ પ્રાણીજગતમાં કાચબો સૌથી વધુ
આયુષ્ય ધરાવે છે.

♥ ગોકળગાય સતત ત્રણ વર્ષ સુધી ઊંઘી શકે
છે.

♥ કેટ ફીશ ૨૭,૦૦૦ જેટલા જુદાં જુદાં સ્વાદોને
પારખી શકે છે.

♥ ગ્રે ફાઉન્ડ નામના કૂતરાની દોડવાની ઝડપ
સૌથી વધુ હોય છે.

♥ વોલરસના દાંત ૪૦ સેમી લાંબા હોય છે.

♥ સિંહને જડબાંમાં ત્રીસ દાંત હોય છે.

♥ મગર રંગોને ઓળખી શકતા નથી.

♥ થાઈલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી હાથી છે.

♥ જંગલી ઢેલ ૨૫ માઈલ પ્રતિ કલાકની ઝડપે
દોડી શકે છે.

♥ સિંહ એક દિવસમાં ૧૫૦ વખત સમાગમ કરી શકે છે...

♥ U R WATCHING GK BLOG ♥
www.aashishbaleja.blogspot.com

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.