આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday 18 September 2013

★ PREPOSITION - નામયોગી અવ્યય ★

  1. ♥Preposition એટલે નામયોગી અવ્યય.♥
  2.  
  3. Preposition નુ કાર્ય નામ, સર્વનામ, કે
  4. નામ નુ કાર્ય કરનાર શબ્દ સાથે સંબંધ દર્શાવવાનું છે.
  5. e..g. Priya puts the bag on the table.
  6. અહીંયા ‘બેગ’ અને ‘ટેબલ’સાથેનો સંબંધ
  7. ‘on’દ્વારા દર્શાવાયો છે.જે સ્થળ સૂચવે
  8. છે.આ રીતે Preposition દ્વારા સ્થળ ,સમય, દિશા,ગતિ વગેરે સૂચવાય છે.અહીંયા આપણે અલગ અલગ Preposition અભ્યાસ કરીશું.
  9.  
  10. (1)On:-ઉપર
  11.  
  12. On એટલે ‘ઉપર’.પણ અહીંયા સામાન્ય રીતે
  13. કોઈ એક વસ્તુ ઉપર બીજી વસ્તુ સ્પર્શીને
  14. પડી હોય તેવો અર્થ સૂચવાય છે.’ On’સમય
  15. દર્શાવવા માટે પણ વપરાય છે.
  16. e.g. ->He puts all the books on the
  17. table.
  18. ->She will come back on Monday.
  19. ->પગે ચાલીને જવાના સંદર્ભમાં પણ On
  20. વપરાય છે.
  21.  
  22. (2)Over:- ઉપર
  23.  
  24. ‘Over’ એટલે પણ ઉપર એવો અર્થ થાય.પણ
  25. તેમાં કોઈ સ્પર્શ નો અર્થ સૂચવાતો નથી.કોઈ
  26. લટકતિ ,ઉડતી, ઘુમતી વસ્તુ કે પદાર્થ કોઈ
  27. જગ્યા આવરીલે છે.તે સૂચવવા માટે
  28. ‘Over’વપરાય છે.કોઈને ઓળંગી ને જવાનો અર્થ પણ સૂચવાય છે.
  29. e.g. ->The thief jumped over the wall.
  30. ->A plan flew over the city.
  31.  
  32. (3) In:- અંદર,માં
  33. In એટલે અંદર. કોઈ વસ્તુ અંદર રહેલ કે
  34. પડેલી હોય(સ્થિર)ત્યારે In દ્વારા તે ભાવ
  35. સુચવાય છે.
  36. e.g. Mohan is in the office.
  37.  
  38. (4)Into:- અંદર,માં
  39.  
  40. Into એટલે પણ અંદર. પરંતુ આ
  41. ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે ઉપયોગ
  42. માં લેવાય છે.
  43. e.g. Mohan is coming into the office.
  44.  
  45. (5)Above:- ઉપર
  46.  
  47. Above એટલે પણ ઉપર.પરંતુ અહીંયા કોઈ એક
  48. વસ્તુ ની ઉપર એકબીજા ને સ્પર્શ કાર્ય વગર
  49. રહેલિ કે ટિંગાળેલી વસ્તુ માટે Above વપરાય
  50. છે.ઉપરાંત ચડિયાતાપણું કે પ્રગતિ નાં સંદર્ભમાં પણ Above વપરાય છે.
  51. e..g. ->The painting is above the door.
  52. ->Sima is above me in the class room.
  53.  
  54. (6)Between:-વચ્ચે
  55.  
  56. Between એટલે વચ્ચે. પણ  બે
  57. વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં વાત થતી હોય
  58. ત્યારે વપરાય છે.
  59. e.g. He distribute these two
chocolaets between his two daughters.
 
(7)Among :-વચ્ચે
Among એટલે પણ વચ્ચે.પરંતુ બે કરતા વધારે
વ્યક્તિ કે વસ્તુ વચ્ચેની વાત થતી હોય
ત્યારે Among વપરાય છે.
e.g. Distribute these chocolates among these children in the garden.
 
(8)Across:-આરપાર
 
Across એટલે ‘આરપાર’.એકબાજુ
થી બીજીબાજુ ઓળંગવાનાં સંદર્ભમાં across વપરાય છે.
e.g. I can across the road.
 
(9)With:-વડે,સાથે
 
‘with’ શબ્દનો ઉપયોગ બે જુદા જુદા અર્થ
સૂચવવા થાય છે.’With’એટલે ની ‘સાથે’.
‘કોઈની સોબતમાં’ એવો અર્થ સૂચવે છે.કોઈક સાધન નાં સંદર્ભમાં ‘With’ નો ઉપયોગ થાય ત્યારે ‘વડે’
અર્થ થાય છે.
e.g..-> I go to school with Suchita.
->Iam writing my exampaper with ink-
pen.
 
(10)Behind:- પાછળ
‘Behind’ કોઈ વસ્તુ ની પાછળ સ્થિર રહેલ
વસ્તુકે વ્યક્તિનો સંબંધ સૂચવે છે.’Behind’
એટલે ‘પાછળ’ પણ અહીંયા ‘પાછળ’ સ્થિર રહેલ
વસ્તુનો સંદર્ભ સૂચવે છે.
e.g. My home is behind the police-
station.
 
(11)After:-પછી
After એટલે ‘પછી’ અથવા ‘પાછળ’. પરંતુ
અહીંયા After ગતિ સૂચવે છે.
e.g. A policeconstable is running after
a bus.
 
(12)Of:- નો,ની ,નુ ,ના (છઠ્ઠી વિભક્તિ)
માલિકી ન સંદર્ભ માં Of વપરાય છે.કોઈપણ
રોગ થી મૃત્યુ પામવા માં Of નો ઉપયોગ
થાય છે.
e.g. She died of leukemia.
-> The leg of this chair has broken.
 
(13)For:- માટે
 
‘for’ એટલે ‘ને માટે’.કોઈ વ્યક્તિ કે વસ્તુ
માટે તેવો અર્થ ‘For’ દ્વારા સૂચવાય છે.આ
ઉપરાંત કોઈ અચોક્કસ સમય ગાળો ‘for’ દ્વારા સૂચવાય છે.સામાન્ય રીતે તે પૂર્ણ વર્તમાનકાળ
માં વપરાય છે.
e.g. ->Mr.sharma has been working
here for three years.
->I am waiting here for my mother.
->For ‘માટે’ અને ‘કારણકે’ ના સંદર્ભ
માં પણ વપરાય છે.
e.g. He was punished for his
carelessness.
 
(14)At:-તે સમયે ,તે સ્થળે
 
‘At’ સમય અને સ્થળ બંને સૂચવે છે.’ની તરફ
‘નો સંદર્ભ પણ દર્શાવે છે.
(કોઈ નાનાં શહેર કે ગામડાની વાત થાય
ત્યારે ‘At’નો ઉપયોગ થાય છે.જયારે
મોટા શહેર કે દેશ ના
સંદર્ભમાં વાત થાય ત્યારે ‘in’વપરાય છે.)
e.g. He goes to school at 7 O’clock
everyday
->Look at the elephant.
 
(15)From…..to :- એક સમય
થી બીજા સમય સુધી.
 
 એક સ્થળથી બીજા સ્થળ
સુધી કોઈ એક સમય ગાળામાં કોઈ ક્રીયાકે
સ્થીતિનું બનવું તે દર્શાવવા માટે આ બંને
Preposition સાથે વપરાય છે.
e.g.-> She reads Literature from 7:00
p.m. to 8:00p.m.
->They went from Baroda to surat.
 
Note:- કોઈપણ રોગ થી પીડા થતી હોય
તે સૂચવવા એકલા ‘From’ નો ઉપયોગ થાય
છે.
 
e.g. The patient is suffering from
tuberculosis.
 
(16)Before:-પહેલા
‘Before’ એટલે ‘પહેલા’. સમય
ના સંદર્ભમાં વપરાય છે.
e.g.. You must reach the station before
4 O’clock.
 
(17)After:-પછી
 
‘After’ સમયનાં સંદર્ભમાં પણ વપરાય છે.જે
‘પછીથી’તેવો ભાવાર્થ સૂચવે છે.
e.g., I will come there after two hours.
 
(18)Near:-નજીક, પાસે
 
‘Near’ એટલે ‘નજીક’.’પાસે’. કોઈ વ્યક્તીકે
વસ્તુ પાસે છે તેવા સંદર્ભમાં ‘Near’વપરાય
છે.
e.g. My house is near the S.V.Hospital.
 
(19) By:-દ્વારા
 
‘દ્વારા’ નો અર્થ ‘By’ દ્વારા સૂચવાય
છે.જે Agent સૂચવે છે.તેમજ
‘By’મુસાફરી અથવા ગતિ ન સંદર્ભમા
પણ વપરાય છે.
e.g. He goes to office by train.
-> The lion is killed by a hunter.
 
(20) To:- ની તરફ , ની જગ્યાએ
 
‘To’ એટલે ‘ની દિશા તરફ’. ‘ની જગ્યાએ’
ગતિ સૂચવતા ક્રિયાપદ સાથે વપરાય છે.
e.g. My father goes to temple
everyday.
 
(21)A long:- ની સમાંતરે
 
‘A long’ નો ઉપયોગ ની સમાંતરે
જવાના કે હોવાના સંદર્ભમાં સૂચવવા માટે થાય છે.
e.g. There is a row of vehicles along
the road.
 
(22)Under:- હેઠળ, નીચે,તળે....
 
ની ‘નીચે’ કે ‘તળે’ નો સંદર્ભ સૂચવવા માટે
‘Under’વપરાય છે.
e.g. There are so many children under
the tree.
 
(23)About:-નાં વીશે
 
‘About’ એટલે ‘નાં વીશે’ અથવા તો કોઈ
વિષય ના સંદર્ભમાં વપરાય છે.
e.g.They are talking about
Mr.A.P.J.Abdul Kalam.
 
(24)Beside:-‘બાજુમાં’અથવા’ નજદીક
નાં સંદર્ભમાં Beside વાપરવામાં આવે છે.
 
e.g. I sat beside my friend.
 
(25)Besides:-‘તદુપરાંત’
 
તદુપરાંતનાં સંદર્ભમાં ‘Besides’વાપરવા
માં આવે છે.
e.g. Besides this house they have one
in Bombay also.
 
(26)Beyond:-પેલે પાર
‘બીજી બાજુએ’અથવા ‘વધારાનું’એવા અર્થ
છે.
 
e.g. My home is beyond the temple.
He worked beyond three hours.
 
(27)Through:-માંથી
 
‘માંથી’ પસાર થવાના સંદર્ભમાં ‘Through’ વપરાય છે.
e.g. They came through the crowd.
 
(28)Up to:- અમુક હદ સુધી
ની મર્યાદા સુધી, તેથી વધારે નહી તે
અર્થમાં Up to નો ઉપયોગ થાય છે.
 
e.g.She walked up to the river.
 
(29)Since:-થી
 
કોઈ ચોક્કસ સમય (Points of
Time)’Since’દ્વારા સૂચવાય છે.સામાન્ય
રીતે તે પૂર્ણ વર્તમાનકાળમાં
વપરાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.