આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 31 January 2019

♥ દેશ-વિદેશનું અવનવું ♥

♦ જાપાનમાં લગભગ ૨૦૦ જ્વાળામુખી પર્વતો છે. વિશ્વના સક્રિય જ્વાળામુખીના ૧૦ ટકા એકલા જાપાનમાં જ છે.

♦ એશિયાનો એક જ દેશ થાઈલેન્ડ એવો છે કે જ્યાં કદી પશ્ચિમી સત્તા નહોતી.

♦ ઈ.સ. ૧૬૩૧માં છપાયેલા એક બાઈબલમાં સેવન્થ કમ્પાન્ડમેન્ટમાં 'કદી દૂરાચાર કરીશ નહીં વાક્યમાં ભૂલથી 'નહીં છાપવાનું રહી ગયેલું. આ બાઈબલ આજે પણ 'વિકેડ એટલે કે ખરાબ બાઈબલ તરીકે જાણીતું છે.

♦ સૌથી ટૂંકુ યુદ્ધ ઈ.સ. ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ  વચ્ચે લડાયેલું. માત્ર ૩૮ મિનિટમાં જ ઝાંઝીબારે શરણાગતિ સ્વીકારેલી.

♦ અમેરિકાએ અલાસ્કા વિસ્તાર રશિયા પાસેથી વેચાતો લીધેલો અને એક એકરના બે સેન્ટ ચૂકવેલા.

♦ ફિનલેન્ડ સૌથી વધુ તળાવ ધરાવતો દેશ છે. ત્યાં લગભગ ૧૮૭૮૮૮ તળાવ છે. તમામ ૫૦૦ ચોરસમીટરના છે. કેનેડામાં પણ બે લાખ કરતાં વધુ તળાવ છે. તળાવની વ્યાખ્યા ગુંચવણભરી હોવાથી સૌથી વધુ તળાવ ધરાવતા દેશનું બિરૂદ વિવાદાસ્પદ છે.

♦ બેલ્જિયમમાં સ્ટ્રોબેરીનું મ્યુઝિયમ છે. તેમાં જાત જાતના સ્ટ્રોબેરી, તેની વાનગીઓ અને સ્ટ્રોબેરીના બગીચાનું મધ પણ જોવા મળે છે.

♦ ગ્રીસનું હવામાન એટલું શાંત છે કે ત્યાં મોટાભાગના થિયેટરો  ઓપનએર હોય છે.

♦ અમેરિકામાં વર્ષે લગભગ એક લાખ વાવાઝોડા થાય છે. તેમાંના દસ ટકા વાવાઝોડા ગંભીર મનાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.