આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 16 December 2018

♥ શા માટે સ્કૂલની બસનો કલર ફક્ત પીળો જ હોય છે નહિ લાલ કે લીલો? ♥



♦ દોસ્તો તમે જ્યારે રોડ પર નીકળો છો કે સ્કૂલની બસો તમારા બાળકો શાળામાં ભણતા હોય તો તેમને જે બસ લેવા તથા મૂકવા માટે આવતી હોય છે તે પણ તમે જોયી જ હશે. તો તમે એક વસ્તુ માર્ક કરી જ હશે કે દરેક સ્કુલ બસ જે વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે છોડે છે તે હંમેશા પીળા રંગની જ હોય છે. આમ તો ઘણા કલરો છે જેમ કે લીલો, લાલ, ગુલાબી, બ્લુ, સફેદ પરંતુ આ બધા કલરને છોડીને સ્કુલ બસ માટે ફક્ત પીળો કલર જ શા માટે પસંદ કરવામાં આવ્યો હશે. તે સ્કુલ વાળા પ્રિન્સિપલ દ્વારા નક્કી કરેલો નથી. કારણ કે તેવું હોય તો દરેક સ્કુલની બસનો કલર અલગ અલગ હોય. પરંતુ અહીં મહત્વની વાત એ છે કે સ્કુલ કોઈ પણ હોય પરંતુ તેની સ્કુલ બસનો રંગ હમેંશા પીળો જ હોય છે. તો દરેક શાળા માટે આવું લાગુ પડતું હોય તો તેની પાછળ પણ કંઈક સ્ટ્રોંગ રીઝન તો હશે જ ને ? તો ચાલો જાણીએ કે શા માટે સ્કુલ બસનો રંગ પીળો હોય છે.

♦ યુ.એસ એટલેકે અમેરિકાનો કાનૂન મુજબ ફ્લેશિંગ લાઈટ અને સેફટી ડીવાઈસની સાથે સાથે સ્કુલ બસનો રંગ પણ પીળો રાખવો જોઈએ. આ માટે ડોક્ટર ફ્રેંક ડબ્લ્યુએ ૧૯૪૯ માં સ્કુલ નિયમો સ્થાપના માટે એક સંમેલનનું આયોજન કર્યું હતું. જેમાં સંયુક્ત રાજ્યોએ પોતાની સ્કુલમાં એક નિયમો તેવો પણ નક્કી કર્યો જેમાં સ્કુલની બધી બસો પીળા રંગની રાખવામાં આવે. આ રંગને નેશનલ સ્કુલ બસ ક્રોમથી ઓળખવામાં આવતો હતો.

♦ જો તમે માર્ક કરેલું હોય તો સ્ટોપ લાઈટ નો કલર પણ લાલ રંગ નો જ હોય છે. લોકોનું એવું માનવું હોય છે કે લાલ રંગ વધારે ધ્યાન આકર્ષિત કરે છે પરંતુ મિત્રો આ વાત ખોટી છે હકીકતમાં પીળો રંગ બધા રંગની તુલનામાં વધારે આકર્ષિત કરે છે. મિત્રો આવો તમને ક્યારેક અનુભવ પણ થયો હશે તો ચાલો જાણીએ. મિત્રો ઘણા લોકો સામે કોઈ પણ પીળી વસ્તુ રાખવામાં આવે તો તેની નજર બધી વસ્તુ પર પછી પડે પહેલા પીળા રંગની ઉપર પડે છે.

♦ સાઇન્સ ના એક સિસર્ચ અનુયાર પીળા રંગને લાલ રંગની તુલનામાં 1.24 ગણું સ્પષ્ટતાથી જોઈ શકાય છે. અંધારામાં પણ પીળો રંગ સરળતાથી જોઈ શકાય છે. આ કારણોથી જ સ્કુલ બસ પીળા રંગની રાખવામાં આવે છે. તો મિત્રો તેનો પીળો રંગ આમ જોવા જઈએ તો બાળકોની સેફટી માટે રાખવામાં આવે છે જેથી કોઈ અન્ય વાહનો દૂરથી સ્કુલ બસ આવે છે તેવો અંદાજો લગાવી શકે અને પોતાના વાહનોને ધીમા કરે.

♦ તેથી જ્યારે કોઈ ટ્રક ડ્રાઈવર કે પછી કોઈ અન્ય હેવી વાહન ચાલકો જો પીળા રંગની બસ આવતી હોય તો સરળતાથી સમજી જાય કે દૂરથી સ્કુલ બસ આવે છે તો તે એલર્ટ થઇ જાય. કારણ કે સ્કુલ બસમાં વારંવાર સ્ટોપ થતા હોય છે બાળકોને પીકઅપ અને ડ્રોપ કરવા માટે તેથી અન્ય ભારે વાહનો સ્કુલ બસને જોઇને પોતાના વાહનની ઝડપ ધીમી કરી દે તે માટે સ્કુલ બસનો રંગ પીળો રાખવામાં આવ્યો છે.

- સાભાર.
- '' મોજે મસ્તરામ ''

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.