આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 18 March 2018

♥ શરીરને હરતું ફરતું રાખતાં મસલ્સ (સ્નાયુ) ♥


👉🏻  માણસ અને પ્રાણીઓના શરીરના બંધારણમાં હાડપિંજર મુખ્ય છે. હાડપિંજર શરીરને ટટ્ટાર બનાવી આકાર આપે છે. શરીરને હાલવા ચાલવા, ઉઠવા બેસવા જેવી ક્રિયાઓ કરવા માટે દરેક હાડકાના છેડા મસલ્સથી જોડાયેલા છે. 


👉🏻  મસલ્સ લાંબા દોરડા જેવા અને સ્થિતિ સ્થાપક હોય છે. અને મજબૂત પણ હોય છે. 


👉🏻  મસલ્સ બે પ્રકારના હોય છે. સ્વૈચ્છિક અને અનૈચ્છિક. આપણી ઇચ્છિત ક્રિયા કરવા માટે ઐચ્છિક સ્નાયુઓ વપરાય છે.


👉🏻  આપણા ચાલવા દોડવાથી માંડીને પેન પકડવા જેવી ક્રિયાઓ પણ સ્નાયુ વડે થાય છે. 


👉🏻  હસવું બોલવું પણ સ્નાયુનું જ કામ છે. સ્નાયુઓ હાડકા ઉપર ચોંટેલા હોય છે અને છેડેથી હાડકાના છેડે જોડાયેલા હોય છે. 


👉🏻  આપણે હાથ ઊંચો કરવો હોય તો કોણી અને ખભા વચ્ચેનો સ્નાયુ ખેંચાઈ તે હાથ ઊંચો કરે છે.


👉🏻  શરીરમાં ૪૦ ટકા વજન સ્નાયુઓથી ટકે છે. શરીરમાં કુલ ૬૦૦ થી વધુ સ્નાયુઓ હોય છે. 


👉🏻  મોટા ભાગના સ્નાયુઓનું આપણે ઇચ્છા મુજબ સંચાલન કરી શકીએ છીએ. 


👉🏻  હૃદય ધબકવું, ફેફસા દ્વારા શ્વાસ લેવો વગેરે કામ સ્નાયુઓ જ કરે છે પરંતુ તે આપણી ઇચ્છા મુજબ કામ કરતાં નથી.


👉🏻  સ્નાયુઓ આપણા અંગોને ખેંચવા કે ઢીલા મૂકવાનું કામ કરે છે. બે સ્નાયુઓની જોડી આ કામ કરે છે. 


👉🏻  સ્નાયુ લાલ રંગના હોય છે. તે કામ કરે ત્યારે ઓક્સિજન અને શક્તિ વપરાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.