💟 માખી એક સેકંડમાં ૩૦૦ વાર આંખ પટપટાવી શકે છે.
💟 મચ્છર એક સેકંડમાં ૩૦૦ વખત પાંખ ફફડાવી શકે છે.
💟 પતંગિયાની પાંખો હવાના દબાણમાં થયેલા ફેરફાર પારખી શકે છે.
💟 તમરાં તેના પગ પરના સૂક્ષ્મ વાળ વડે અવાજના સૂક્ષ્મ તરંગો પણ પારખી શકે છે.
💟 મધમાખીના પેટમાં આયર્ન ઓકસાઈડની રિંગ હોય છે. જેના વડે તે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જાણીને રસ્તો શોધી શકે છે.
💟 શરીરના પ્રમાણમાં કીડીનું મગજ સૌથી મોટું હોય છે.
💟 કીડી જમીનની સપાટીથી પાંચ સેન્ટીમીટર ઊંડાઈએ થતું હલનચલન પારખી શકે છે.
💟 ફલાય કલાકના ૯૦ કિલોમીટરની ઝડપે ઊડી શકે છે.
💟 વંદાનું માથું કપાઈ જાય તો પણ તે એક અઠવાડિયા સુધી જીવે છે.
💟 મચ્છર માણસને એક સાથે બે ડંખ મારે છે. એક ડંખ દ્વારા લોહી ચૂસે છે અને બીજા ડંખમાંથી નીકળતું પ્રવાહી લોહીને જામી જતું અટકાવી પાતળું રાખે છે.