🐇 સસલા સુંવાળી અને સફેદ રૂવાંટીવાળા આકર્ષક પ્રાણી છે. સસલાની બે જાત ' રેબિટ' અને 'હેર' અલગ અલગ જાતના પ્રાણીઓ છે.
🐇 સ્પેન સસલાનો ટાપુ કહેવાય છે. ઇ.સ. પૂર્વે ૩૦૦ માં રોમન લોકો સસલા પાળતા.
🐇 સસલાને ૨૮ દાંત હોય છે જે હંમેશા મોટા થાય છે અને ઘસાતાં રહે છે.
🐇 સસલા ૩૬૦ અંશને ખૂણે ચારે તરફ જોઈ શકે છે.
🐇 સસલા ૩૦ થી ૩૫ કિલોમીટરની ઝડપે દોડે છે.
🐇 સૌથી નાના સસલાની જાત નેધરલૅન્ડનું ડવાર્ફ રેબિટ માત્ર એક કિલો વજનનું હોય છે.
🐇 સસલાની મૂછો તેના શરીરની પહોળાઈ જેટલી લાંબી હોય છે. એટલે મૂછીના આધારે કેટલી સાંકડી જગ્યામાંથી પસાર થઈ શકાય તે અગાઊથી જાણી શકે છે.
🐇 સસલાના આગલા પગમાં પાંચ અને પાછલા પગમાં ચાર આંગળીઓ હોય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.