આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 10 April 2017

♥ AIR COOLER ♥



ઉનાળામાં ગરમી સામે રક્ષણ માટે ઘર અને ઓફિસોમાં પંખા, એરકુલર અને એરકન્ડિશનર જેવા સાધનો જાણીતા છે. પંખા ફરે અને હવા વિંઝાય છે. તેનાથી ગરમીમાં રાહત મળે છે. વધુ સુવિધા માટે એરકુલરનો ઉપયોગ થાય છે. એરકુલર ઠંડી હવા ફેંકતું સાદું સાધન છે.

એરકુલરની ચોરસ પેટીમાં એક તરફ પંખો હોય છે. પેટીના તળિયે પાણી ભરવામાં આવે છે. તેમાં વચ્ચે મુકેલી મોટર દ્વારા પાણી નળીમાં પાણી ઊંચે ચડે છે. નળી પંખા સિવાયની ત્રણ બાજુ સાથે વધુ શાખાથી જોડાયેલી છે. મોટર દ્વારા ચઢેલું પાણી પેટીની ત્રણ બાજુઓ પર લગાડેલી ખસની ટટ્ટી પર પડયા કરે છે.અને ટટ્ટી ભીની રહે છે. પંખો ચારે તરફથી હવા ખેંચીને બહાર ફેંકે છે. ભીની ટટ્ટીમાંથી પસાર થયેલી હવા ઠંડી થઈ રૃમમાં ફેંકાય છે. ખસ એ એક વનસ્પતિના મૂળિયા છે. તે સુગંધીદાર હોય છે. ઘાસ જેવા મૂળને એકઠા કરી ટટ્ટી બનાવાય છે. તેમાંથી પસાર થતી હવાં સુગંધીદાર અને ઠંડી બને છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.