માત્ર ૧૧ વર્ષની કેપ્રી એવરીટ હાલ દુનિયાની સફરે છે, ના ના આ બાળકી ફરવા માટે દુનિયાની સફર નથી કરતી, પરંતુ કેપ્રી ચેરીટી માટે દુનિયાનો પ્રવાસ કરે છે, કેપ્રી એવરીટ ચેરીટી માટે દેશ-વિદેશ પ્રવાસ કરીને પૈસા તો ભેગા કરશે જ સાથે સાથે માત્ર અગિયાર જ વર્ષની કેપ્રીના નામે ગિનિસ રેકોર્ડ પણ નાોંધાયો છે.
વર્ષ ૨૦૧૫માં કેપ્રી અને તેના પરિવારે આ પ્રવાસ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ૧૯ નવેમ્બર ૨૦૧૫માં કેપ્રી તેમજ તેના પરિવારે કેનેડાના ઓટ્ટાવાથી આ પ્રવાસની શરૂઆત કરી હતી. કેપ્રી પાંચ વર્ષની ઉંમરથી જ પિયાનો વગાડે છે. તેમજ કેપ્રીને ગાવાનો પણ ખૂબ શોખ છે. કેપ્રીએ પોતાના આ શોખને એક સારા માર્ગમાં વાપરવાનો વિચાર અમલમાં મૂક્યો, અને તે ચેરીટી માટે જે જે દેશમાં જતી તે બધા જ દેશના રાષ્ટ્રગીતને તે દેશનો પહેરવેશ પહેરીને ગાતી હતી. આ માટે કેપ્રીએ ૭૬ નેશનલ એંથમ તૈયાર કર્યાં હતાં.
કેપ્રીએ પોતાના વિદેશ પ્રવાસમાં અત્યાર સુધી ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, સ્વીડન, ગ્રીસ, ક્રોશિયા, જર્મની, ઇટલી, ઇન્ડિયા, સાઉથઆફ્રિકા, ફિલિપીન્સ જેવા અનેક દેશની વિઝિટ કરી છે.
આ દરેક દેશમાં જઇ કેપ્રીએ તે દેશનો પહેરવેશ પહેરીને તે જ દેશનું રાષ્ટ્રગીત તે દેશની પ્રજા સામે સુંદર રીતે ગાયું છે. કેપ્રીના આ સુંદર ચેરીટી પ્રવાસ અને નવીન પ્રયત્ન માટે કેપ્રીનું નામ વર્લ્ડ રેકોર્ડના ચોપડે નોંધાઇ ચૂક્યુ છે. કારણ કે માત્ર અગિયાર વર્ષની ઉંમરે ૭૬ અલગ-અલગ દેશના નેશનલ એંથમ ગાઇને ચેરીટી ભેગી કરતી આ કેનેડિયન છોકરી સિવાય આ રેકોર્ડ બીજું કોઇ હજી સુધી નથી બનાવી શક્યું.
SOURCE :-
BAL SANDESH
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.