આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 27 February 2017

♥ રોક ગાર્ડન ( નેકચંદ ગાર્ડન ) - ચંદીગઢ ♥

💓 ભારતમાં ચંદીગઢમાં તદ્દન હટકે ગાર્ડન આવેલું છે, સામાન્ય રીતે ગાર્ડનમાં આપણે જઇએ એટલે ફૂલ, છોડ, વૃક્ષો, વેલીઓ, ચારે તરફ હરિયાળી અને બાળકો માટે રમવા થોડા એલિમેંટસ રાખવામાં આવ્યા હોય છે, પરંતુ ચંદીગઢનો આ ગાર્ડન તદ્દન અલગ છે, છતાં લોકોને આ ગાર્ડન ખાસ આકર્ષે છે. અહીં ફૂલ છોડ કે હરિયાળી નથી. આ ગાર્ડન સિરામિકસનું બનેલું છે. જી હા, ચંદીગઢમાં આવેલું રોક ગાર્ડન સિરામિકસનું બનેલું ગાર્ડન છે. આ ગાર્ડનમાં હરીયાળીની જગ્યાએ સિરામિકસથી બનાવેલા સ્ટેચ્યુ રાખવામાં આવ્યા છે. તો ચાલો જાણી લઇએ ચંદીગઢમાં આવેલાં આ અનોખા રોક ગાર્ડન વિશે.





💓 રોક ગાર્ડનને નેકચંદના ગાર્ડન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ ગાર્ડનની સ્થાપના નેકચંદ નામના સરકારી કર્મચારીએ કરી છે. મિત્રો તમે ઘણીવાર તમારા ઘરની કોઇ વેસ્ટ આઇટમમાંથી બેસ્ટ આઇટમ બનાવી હશે. રોક ગાર્ડન પણ વેસ્ટમાંથી બેસ્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જી હા મિત્રો આપણે ઘરમાં વપરાતા કપ-રકાબી કે કોઇપણ સિરામિકસની વસ્તુ જ્યારે નકામી બની જાય ત્યારે ફેંકી દઇએ છીએ, બસ આ જ વેસ્ટ ફેંકાયેલી વસ્તુમાંથી ૪૦ એકરમાં ફેલાયેલો આખો આ ગાર્ડન બનાવ્યો છે.

💓 વર્ષો પહેલાં ૧૯૫૭માં નેકચંદે સિરામિકસ ફેક્ટરીઓ અને ઘરની ફેંકાયેલી વેસ્ટ સિરામિકસની વસ્તુઓમાંથી ગુપ્તરીતે માનવ સ્કલ્પચર બનાવવાનું શરૂ કર્યું હતું.





💓 ૧૯૫૭માં નેકચંદે પશુઓ, પક્ષીઓ અને માનવીઓના સ્કલ્પચર વેસ્ટ સિરામિકસ માલમાંથી બનાવ્યા હતાં. મજાની વાત એ છે બાળમિત્રો કે આવી અદ્ભુત કલાકૃતિને નેકચંદ કોઇને જાણ ન થાય તેમ ગુપ્તરીતે બનાવતા હતા.

💓 ૧૯૫૭માં બનેલી આ કલાકૃતિ સરકારની નજરમાં ૧૯૭૫માં આવી હતી.

💓 સરકારે તે સમયે જોયું કે ૪૦ એકરમાં ફેલાયેલી જમીનમાં થોડા થોડા અંતરે સિરામિકસની વેસ્ટ આઇટમ્સ માંથી સિતાર વગાડતી નારીનું સ્કલ્પચર, તબલાં વગાડતા પુરુષનું સ્કલ્પચર, પશુ અને પક્ષીઓ એટલી સુંદર રીતે બનાવવામાં આવ્યાં હતાં કે જોતા વેત લોકોને ગમી જાય.





💓 સરકારે નેકચંદની આ કલાકૃતિઓને તે જગ્યાએ રહેવા દઇને એક ગાર્ડન બનાવ્યું અને ૧૯૭૬માં આ ગાર્ડન ચંદીગઢમાં લોકો માટે ખુલ્લું મૂકાયું. હાલમાં પણ આ ગાર્ડનની દેખરેખ રોક ગાર્ડન સમિતિ કરે છે.

💓 ગાર્ડનને જોવાનો સમય ૧૦થી ૬નો રાખવામાં આવ્યો છે. હજી પણ રોક ગાર્ડનમાં નવા સ્કલ્પચર બનાવવામાં આવે તે વેસ્ટ આઇટમ્સમાંથી જ બનાવવામાં આવે છે.





💓 આ ગાર્ડનમાં માનવસર્જિત તળાવ પણ બનાવવામાં આવ્યા છે. ચંદીગઢમાં આવેલું આ રોક ગાર્ડન ટૂરિસ્ટ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

🌹 TO SEE THE VIDEO OF ROCK GARDEN ↓ ↓

CLICK HERE

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.