આ જે અપણી પાસે અનેક ઈલેક્ટ્રોનિક સાધનો, સેટેલાઈટ વગેરે છે અને પૃથ્વીનું દર્શન સરળતાથી કરી શકાય છે. જીપીએસ સિસ્ટમથી પૃથ્વીનું કોઈપણ સ્થળ જાણી શકાય છે પરંતુ જાણીને નવાઈ લાગે કે આજથી બે હજાર વર્ષ પહેલાં ઈ.સ. પૂર્વે ૨૭૬ના ગાળામાં ઈરેટોસ્થેનિસ નામના વિજ્ઞાાનીએ ઈજિપ્તના એલેક્ઝાન્ડ્રિયામાં વિશ્વના નકશાની લાયબ્રેરી બનાવેલી. તેણે બ્રિટનથી માંડીને શ્રીલંકા સુધી નકશા બનાવેલા.
ગ્રીસના ખગોળશાસ્ત્રી હિપાર્કસે આ જ સમયગાળામાં તેજસ્વી તારાને કેન્દ્રમાં રાખી પૃથ્વી પરના ભૌગોલિક માપ લેવાની પધ્ધતિ વિકસાવેલી. તેણે કાસ્પીયન સમુદ્રથી ઈથોપિયાના અંતરને ૩૬૦૦ના અંકને પાયામાં રાખી પૃથ્વીના નકશા બનાવવાની પધ્ધતિ શોધેલી. તે જમાનમાં અક્ષાંશ કે રેખાંશની શોધ નહોતી થઈ પણ હિપાર્કસે તેને ખ્યાલ આપ્યો અને સો વર્ષ પછી અક્ષાંશ રેખાંશ અસ્તિત્વમાં આવ્યા.
નવાઈની વાત એ છે કે એરાટોસ્થીનસે પૃથ્વીનો પરિઘ માપેલો. જો કે તેમાં ૪૦૦૦ માઈલનો તફાવત રહેલો. તે જમાનામાં ય પૃથ્વી ગોળ દડા જેવી છે તે બાબતનો આધાર રાખીને નકશા બનતા.
વિશ્વના પ્રથમ નકશાની રચના ઈ.સ. પૂર્વે ૬૦૦માં બેબિલોનમાં થયેલી. આ નકશો માટીની બનેલી લાદીમાં કોતરેલો મળી આવેલો. આધુનિક નકશા ઈ.સ. ૧૮૪૦માં બનવા લાગ્યા અને કાર્ટોગ્રાફીનો વિકાસ થયો.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.