🌀 જાણીને નવાઈ લાગે પરંતુ રેલવે એન્જિનની શોધ થયા પહેલાં તેના પાટાની શોધ થયેલી. જૂના જમાનામાં કોલસાની ખાણોમાંથી ઉબડખાબડ રસ્તા પર કોલસાની ભરેલી ગાડી ચલાવવા પાટા બિછાવતા. ગાડી ઘોડા વડે ચાલતી. આ પાટાને રેલગેડ કહેતા.
🌀 સ્ટિમ એન્જિનનો પ્રવાસી વાહન તરીકે ઉપયોગ શરૃ થયા બાદ પાટાની રચનામાં પણ ખાસ્સો ફેરફાર થયો. રેલવે એન્જિનોમાં ઘણા સુધારા થયા પણ પાટાની રચના અને ડિઝાઈન બદલાયા નથી.
🌀 રેલવે ટ્રેક લોખંડના બનેલા ૧૪ મીટર લાંબા ટૂકડા જોડીને બનાવાય છે. પાટા બનાવવા માટે ઘણી ચોકસાઈ રાખવામાં આવે છે. ખાસ કરીને તેનું માપ. રેલવેના પાટા આડા મૂકેલા લાકડાના સ્લીપર પર બિછાવાય છે અને ધ્રુજારી સામે રક્ષણ માટે તેની વચ્ચે કાંકરા પાથરવામાં આવે છે.
🌀 સ્લીપર એક સરખા કદના લાકડાંના લાંબા ટૂકડા હોય છે. રેલવેના બે પાટા વચ્ચેના અંતરને ગેજ કહે છે. બ્રોડ ગેજ એટલે બે પાટા વચ્ચે પાંચ ફૂટ છ ઇંચનું અંતર અને નેરોગેજમાં બે પાટા વચ્ચે અઢી ફૂટનું અંતર હોય છે. સ્ટાન્ડર્ડ ગેજ ચાર ફૂટ ૪.૫ ઇંચના હોય છે.મેટ્રો રેલવે સ્ટાન્ડર્ડ ગેજ ઉપર ચાલે છે.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.