🌸 પ્રકાશ ફોટોન કણોનો સમૂહ છે અને ચોક્કસ માત્રાની ઊર્જા સાથે ગતિમાન થાય છે. જાણીતા વિજ્ઞાનીઓ મેકસ પ્લાન્કે અને આઈન્સ્ટાઈને પ્રકાશના કણો અંગે ઊંડા સંશોધનો કર્યા હતા. ત્યારબાદ ઘણા વિજ્ઞાનીઓએ વધુ સંશોધન કરી પ્રકાશના કણોની પદાર્થો પર થતી સુક્ષ્મ અસરો શોધી કાઢી હતી.
🌸 આ સંશોધનો લેસર વિજ્ઞાન અને ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે ઘણા ઉપયોગી થયા. રોય જે ગ્લોબર નામના વિજ્ઞાનીએ પ્રકાશના કણોની ગતિવિધિ અને અસરોનો ઊંડો અભ્યાસ કરી ક્વોન્ટમ ઓપ્ટિકનો પાયો નાખ્યો. આ સંશોધનો બાદ ૨૦૦૫માં તેમને ફિઝિક્સનું નોબેલ એનાયત થયું હતું.
🌸 રોય ગ્લોબરનો જન્મ ઈ.સ. ૧૯૨૫ના સપ્ટેમ્બરની પહેલી તારીખે ન્યુયોર્કમાં થયો હતો. બ્રોન્કસ હાઈસ્કૂલ ઓફ સાયન્સમાં ગ્રેજયુએટ થયા પછી તે હાર્વડ યુનિવર્સિટીમાં જોડાયો હતો.
🌸 માત્ર ૧૮ વર્ષની ઉંમરે તેને અમેરિકાના જાણીતા મેનહટન પ્રોજેક્ટમાં નિમણૂંક મળી. લોસ આલ્બોસ નેશનલ લેબોરેટરીનો તે સૌથી નાની ઉંમરનો વિજ્ઞાની હતો.
🌸 ૧૯૪૯માં પીચએચડીની ડિગ્રી મેળવ્યા પછી તેણે જ્હોન હોલ અને થિયોડોર ડોન્શ નામના વિજ્ઞાાનીઓ સાથે મળી પ્રકાશના અન્ય પદાર્થો પર અણુ કક્ષાએ થતી અસરો અંગે સંશોધનો કર્યા. પ્રકાશના વિવિધ સ્વરૂપોની ઓળખ તેણે આપી. લેસર અને સામાન્ય પ્રકાશ વચ્ચેના મૂળભૂત તફાવતનો સિધ્ધાંત તેણે રજૂ કર્યો.
🌸 તેણે શોધેલા સિધ્ધાંતોનો આજે ક્વોન્ટમ ઓપ્ટિક ક્ષેત્રે વ્યાપક ઉપયોગ થાય છે.
🌸 ગ્લોબરને નોબલ ઉપરાંત મેક્સ વોર્ન બોર્ન એવોર્ડ, હેઈનમેન પ્રાઈઝ અને માઈકલસન એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત સન્માનો મળેલા. તેને નોબલ મળ્યા તે પહેલા તે નોબેલ ઈનામ એનાયતના કાર્યક્રમોમાં અચૂક હાજર રહેતો.
🌸 આ સમારંભમાં દર્શકો દ્વારા કાગળના પ્લેન સ્ટેજ ઉપર ફેંકવાની પરંપરા છે. ગ્લોબર આ વિમાનો એકઠા કરી સ્ટેજ સાફ રાખવા જાણીતો થયેલો. પરંતુ ૨૦૦૫માં જ્યારે તેને પોતાને નોબેલ મળ્યું ત્યારે તે હાજર રહી શક્યો નહોતો. હાલમાં નિશસ્ત્રીકરણ સમિતિમાં અમેરિકાના નેશનલ એડવાઈઝરી બોર્ડના સભ્ય છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.