આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 14 January 2017

♥ અતુલ્ય ભારત ♥

🌟 ભારત એ વિશ્વની સૌથી જૂની, મોટી અને શરૂ રહેલી સંસ્કૃતિનો દેશ છે. તેણે છેલ્લા ૧૦૦૦૦ વર્ષથી કોઈ અન્ય દેશ પર હુમલો કર્યો નથી.

🌟 ૧૭મી સદી સુધી ભારત વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ હતો.

🌟 ભારતનું વારાણસી એક માત્ર એવું શહેર છે કે જે વિશ્વમાં સૌથી પ્રાચીન છે. અને આજે પણ વસતિ ધરાવે છે.

🌟 વિશ્વની પ્રથમ યુનિવર્સિટી ભારતમાં સ્થપાયેલી ઇ.સ.૭૦૦ માં સ્થપાયેલી તક્ષશિલામાં દસ હજાર વિધાર્થીઓ ૬૦ જેટલા વિષયો શીખતા.

🌟 ભારતમાં ૨૬૦૦ વર્ષ પહેલા આચાર્ય સુશ્રુતે શસ્ત્રક્રિયાની શોધ કરેલી. તે જમાનામાં પથરી, મોતિયા, ફ્રેકચર અને કૃત્રિમ અંગો બેસાડવાના ઓપરેશન થતાં.

🌟 અંક પધ્ધતિ, શૂન્યની શોધ, બીજગણિત અને ત્રિકોણમિતિના અભ્યાસની શરૃઆત ભારતમાં થઈ હતી.

🌟 આજે ભારત સૌથી વધુ ચાનું ઉત્પાદન કરતો દેશ છે.

🌟 ભારતનું રેલવે તંત્ર વિશ્વનું સૌથી મોટુ તંત્ર છે.

🌟 વિશ્વમાં વેચાતા ૧૦ હીરામાંથી ૯ હીરા ભારતમાં તૈયાર થયા હોય છે. ભારતમાં સૌથી વધુ હીરા પોલિશ થાય છે.

🌟 વિશ્વમાં સેટેલાઈટ લોન્ચ કરવામાં ભારતનું સ્થાન છઠ્ઠા ક્રમે છે.

🌟 ભારતમાં ૧,૫૫,૦૧૫ પોસ્ટઓફિસો ધરાવતું મોટું તંત્ર છે.

🌟 કાશ્મીરના દાલ સરોવરમાં તરતી પોસ્ટ ઓફિસ પણ છે.

🌟 ભારતમા વિશ્વનો સૌથી મોટો મેળો કુંભ છે. કુંભ મેળાની મેદની અવકાશમાંથી પણ દેખાય છે.

🌟 ભારતના મુંબઈમાં આવેલા બ્રાંગા સી લિન્ક પૂલમાં વપરાયેલા સ્ટીલના દોરડાંની કુલ લંબાઈ પૃથ્વીના પરિઘ લગભગ ૪૦૦૦૦ કિલોમીટરની થાય છે.

🌟 વિશ્વનું સૌથી ઊંચુ ક્રિકેટ ગ્રાઉન્ડ ભારતમાં છે. હિમાચલ પ્રદેશનું ચાઈલ ક્રિકેટ સ્ટેડિયમ સમુદ્રની સપાટીથી ૨૪૪૪ મીટરની ઊંચાઈ એ પર્વત ઉપર આવેલું છે.

🌟 ભારતની કબડી ટીમે આજ સુધીના બધા જ વર્લ્ડકપમાં વિજ્ય મેળવ્યો છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.