🌍 બ્રહ્માંડનો જન્મ ૧૩.૭ અબજ વર્ષ પહેલાં 'બિગ બેંગ'માંથી થયો હતો. 'બિગ બેંગ' એટલે પ્રચંડ વિસ્ફોટ
🌍 પૃથ્વીથી ૧૦૦ કિલોમીટરની ઊંચાઈએ અવકાશ શરૃ થાય છે.
🌍 સૂર્યમાળામાં ૮ ગ્રહો, ૫ લઘુગ્રહો અને ૧૬૫ ચંદ્રો ઘુમી રહ્યાં છે.
🌍 સૂર્યની આસપાસ લાખો ઉલ્કાઓ, ધૂમકેતુઓ અને કૂઈપર બેલ્ટના પદાર્થો પ્રદક્ષિણા કરે છે.
🌍 ૧૯૬૧ પછી ૫૦૦ કરતાંય વધુ અવકાશયાત્રીઓએ અંતરિક્ષની સફર કરી છે.
🌍 તારાનો અંત એક વિસ્ફોટથી થાય છે તેમાંથી સૂર્ય કરતાંય વધુ ઊર્જા વછૂટે છે.
🌍 કેટલીક અતિ દૂર આવેલી ગેલેક્સીમાંથી આવતો પ્રકાશ પૃથ્વી પર અબજો વર્ષે પહોંચે છે. આજે ટેલિસ્કોપમાં દેખાતી આ ગેલેક્સીનું સ્વરૂપ અબજો વર્ષ પહેલાંનું હોય છે.
🌍 બ્રહ્માંડનો સુપર જાયન્ટ તારો બીટલગીઝ સૂર્ય કરતાં ૭૦૦ ગણો મોટો છે.
🌍 સૂર્ય કરતા સૂર્યમાળાના સૌથી વધુ ૯૦ ટકા દળ ગુરુ અને શનિ રોકે છે.
🌍 ઈન્ટનેશનલ સ્પેસ સ્ટેશન દર ૯૦ મિનિટે પૃથ્વીની એક પ્રદક્ષિણા પુરી કરે છે. વિશ્વભરના ૯૦ ટકા લોકો તેને અવકાશમાં જોઈ શકે છે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.