આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 21 January 2017

♥ એશિયન રીંછ ♥





🌟 કદાવર પ્રાણીઓમાં રીંછ જાણીતું છે. રીંછ ઘણા પ્રકારનાં હોય છે. એશિયામાં જોવા મળતા શરીરે ભરચક કાળા વાળ અને ગળા પર સફેદ પટ્ટાવાળા રીંછ નિર્દોષ અને શાકાહારી પ્રાણી છે.

🌟 આ રીંછને પાળીને તાલીમ આપી શકાય છે. સરકસમાં રીંછના ખેલ જોવા જેવા હોય છે.  એશિયન રીંછ વિશિષ્ટ છે. તીક્ષ્ણ દાંત અને નહોરને કારણે તે હિંસક અને ડરામણુ લાગે.

🌟 ચાર ફુટ લાંબુ અને અઢી ફૂટ ઊંચુ રીંછ ઝાડ પર સહેલાઈથી ચઢી શકે છે. તેના પગ ટૂંકા અને મજબૂત હોય છે.

🌟 તેના જડબાં મોટા અને મજબૂત હોય છે. રીંછની દૃષ્ટિ અને સાંભળવાની શક્તિ નબળી હોય છે.

🌟 જંગલમાં રહેતા રીંછ વનસ્પતિ ખાઈને જીવે છે. રીંછ શાકાહારી છે અને અન્ય જીવોનો શિકાર કરતું નથી પરંતુ આક્રમક છે.

🌟 ભારત, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, પાકિસ્તાન વિગેરે દેશોના જંગલમાં એશિયન રીંછ જોવા મળે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.