આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Friday, 12 August 2016

♥ બોલપેનનો શોધક - લેઝલી બિરો ♥

વિશ્વમાં સૌથી વધુ વેચાતી અને ઉપયોગમાં લેવાતી ચીજ હોય તો તે બોલપેન હશે. બોલપેનથી રચના તો જાણીતી છે. બોલપેનની શોધ લેઝલી બિરોએ કરેલી. બિરોનું નામ બોલપેનના શોધક તરીકે જાણીતું છે.

તેણે કાર માટે ઓટોમેટિક ગિયરબોક્સની શોધ પણ કરેલી.

બિરો કોઈ મોટો વિજ્ઞાાની નહોતો પરંતુ બોલપેન જેવી અગત્યની અને મહત્વની શોધ માટે વિશ્વભરમાં આદરને પાત્ર બનેલો.

લેઝલી બિરોનો જન્મ ઇ.સ. ૧૮૯૯ના સપ્ટેમ્બરની ૨૯ તારીખે હંગેરીના બુડાપેસ્ટમાં થયો હતો.

અભ્યાસ પૂરો કર્યા પછી તે એક સ્થાનિક અખબારમાં પત્રકાર તરીકે જોડાયેલો. તે જમાનામાં લખવા માટે ફાઉન્ટન પેન વપરાતી તેમાં વારંવાર શાહી ભરવી પડતી અને લખ્યા પછી સૂકાવાની રાહ જોવી પડતી બિરોએ આ ઝંઝટમાંથી છૂટકારો મેળવવા તેના રસાયણશાસ્ત્રી ભાઈ જ્યોર્જ બિરોની મદદથી ઝડપથી સૂકાઈ જાય તેવી ઘટ્ટ શાહી શોધી કાઢી.

ઘટ્ટ શાહી દ્વારા લખવા માટે બોલ પોઇન્ટ વાળી બોલપેન ઇ.સ. ૧૯૩૮માં બનાવી.

બિરોએ તેની પેટન્ટ મેળવી ઉત્પાદન શરૂ કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનને સૈનિકો માટે આ પેન ખૂબ જ ઉપયોગી બની. બોલપેન ટૂંકા સમયમાં જ વિશ્વપ્રસિદ્ધ બની ગઈ. 

ઈ.સ. ૧૯૪૩માં બંને ભાઈઓ આર્જેન્ટિનામાં સ્થાયી થયા અને બોલપેનનું વધુ ઉત્પાદન શરૃ કર્યું.

જોતજોતામાં બોલપેન વિશ્વનું એક ઉપયોગી સાધન બની ગઈ. ઈ.સ. ૧૯૮૫ના ઓક્ટોબરની ૨૪ તારીખે લેઝલી બિરોનું અવસાન થયેલું.

શાહી દ્વારા લખવા માટે બોલ પોઇન્ટ વાળી બોલપેન ઇ.સ. ૧૯૩૮માં બનાવી.

બિરોએ તેની પેટન્ટ મેળવી ઉત્પાદન શરૃ કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનને સૈનિકો માટે આ પેન ખૂબ જ ઉપયોગી બની. બોલપેન ટૂંકા સમયમાં જ વિશ્વપ્રસિદ્ધ બની ગઈ.

તે જમાનામાં તેને લોકો 'બિરો'ના નામે જ ઓળખતા


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.