આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 31 August 2016

♥ પ્રાણીઓનો અદ્ભુત અવયવ આંખ ♥

♠ માણસની આંખ લાખો પ્રકારના રંગ પારખી શકે છે.
માણસની આંખ ડિજિટલ કેમેરા સાથે સરખાવીએ તો પણ ૬ મેગાપિકસલની ગણાય.
 માણસની જાગૃત અવસ્થાનો ૧૦ ટકા ભાગ આંખ પટપટાવવામાં વપરાય છે.


ગોલ્ડફિશ સહિત મોટા ભાગની માછલીઓને આંખનાં પોપચાં હોતાં નથી.

  શાહમૃગની આંખ તેના મગજ કરતાં મોટી હોય છે.

ઘણા માણસોને ભૂરી આંખો હોય છે. પરંતુ પ્રાણીઓમાં માત્ર બ્લેક લેમૂરને જ ભૂરી આંખ જોવા મળે છે.

મધમાખીને માથામાં પાંચ આંખો હોય છે.

કાચિંડા પોતાની બંને આંખ એક સાથે જુદી જુદી દિશામાં ફેરવી શકે છે.

માણસો સામી વ્યકિતની આંખના હાવભાવ પારખી શકે છે. પ્રાણીઓમાં માત્ર કૂતરાને જ આવી શક્તિ છે. કૂતરા માણસની આંખોના હાવભાવ પારખી શકે છે.

બિલાડીની આંખો પર ત્રણ પોપચાં હોય છે.

તદ્દન અંધકારમાં ખૂલ્લી આંખે માત્ર કાળો રંગ દેખાય છે. વિજ્ઞાનીઓ તેને ' બ્રેનગ્રે' રંગ કહે છે.

માણસની આંખની પાંપણો વારાફરતી ખરીને ૬૪ દિવસે નવી આવે છે.

 માણસની આંખ લીલા રંગની સૌથી વધુ છટાઓ પારખી શકે છે તેથી નાઈટ વિઝનના કાચ લીલા હોય છે. 

♠ જાયન્ટ સ્કવીડ નામના જળચરની આંખ સૌથી મોટી વોલીબોલ જેટલી મોટી હોય છે. 

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.