♣ ધૂમકેતુનું કેન્દ્ર બરફનું બનેલું હોય છે. દરેક ધૂમકેતુના કેન્દ્ર જુદાં જુદાં કદનાં એક મીટરથી માંડી હજારો કિલોમીટરના વ્યાસના હોય છે.
♣ ધૂમકેતુ સૂર્ય નજીકથી પસાર થાય ત્યારે પોતાનું થોડું દળ ગુમાવે છે. કાળક્રમે ધૂમકેતુ બધું જ દળ ગુમાવી તૂટી પડે છે.
♣ ધૂમકેતુના કેન્દ્રમાં રહેલો બરફ થીજેલું પાણી નહી પણ જામેલા મિથેન, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઈડ વાયુઓ છે. તેમાં રજકણો અને અન્ય અવકાશી ઘન કણો પણ હોય છે.
♣ ધૂમકેતુ પર પડતા પ્રકાશના કિરણોમાંથી ૯૬ ટકા કિરણોનું શોષણ થાય છે. બાકીના ૪ ટકા કિરણોનું પરાવર્તન કરે છે.
♣ ધૂમકેતુ ખૂબજ ઝડપથી ગતિ કરે છે ત્યારે તેના કેન્દ્રની આસપાસના ધૂળ વગેરેના રજકણો પાછળની તરફ ફંગોળાઈને પૂંછડી જેવો આકાર બને છે તેથી તેને પૂંછડિયા તારા પણ કહે છે.
♣ સૂર્યમાળામાં ૩૦૦૦ જેટલા ધૂમકેતુઓ ફરી રહ્યા છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Sunday, 21 August 2016
♥ ધૂમકેતુ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.