આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 5 July 2016

♥ કેન્દ્રીય મંત્રીમંડળમાં થયેલા ફેરફારો ♥

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર સવારે પોતાના કેબિનેટ વિસ્તાર કર્યા બાદ સાંજે મંત્રીઓને જુદા જુદા ખાતાઓની ફાળવણી કરી હતી જેમાં સૌથી મોટો ફેરફાર માનવ સંસાધન વિકાસ મંત્રાલય ( MHRD) માં કરવામાં આવ્યો છે . સ્મૃતિ ઇરાની પાસેથી MHRD  મિનિસ્ટ્રી લઇ પ્રકાશ જાવડેકરને નવા શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા છે .જ્યારે  સ્મૃતિ ઇરાનીને કાપડમંત્રી બનાવવામાં આવ્યા છે.

વેંકૈયા નાયડૂને દેશના નવા સૂચના પ્રસારણ મંત્રી
બનાવવામાં આવ્યા છે . અત્યાર સુધી આ ખાતુ અરૂણ
જેટલી પાસે રાખવામાં આવ્યું હતું. રવિશંકર પ્રસાદને કાનૂન મંત્રાલય સાથે આઇટી પણ રાખવામાં આવ્યું છે .

નવા મંત્રીઓને ખાતાની ફાળવણી

📌 પ્રકાશ જાવડેકર - માનવ સંસાધન વિકાસ મંત્રાલય

📌 અનુપ્રિયા પટેલ  - સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ
રાજ્યમંત્રી

📌 જયંત સિન્હા - નાગરિક ઉડ્ડિયન રાજ્યમંત્રી

📌 એસ.એસ. આહલૂવાલિયા - કૃષિ અને ખેડૂત કલ્યાણ અને સંસદીય કાર્ય રાજ્યમંત્રી

📌 વિજય ગોયલ - ખેલ મંત્રાલય.

📌 મનોજ સિન્હા - ટેલિકોમ મંત્રાલય

📌 ચૌધરી વીરેન્દ્ર સિંહ - સ્ટીલ મંત્રાલય

📌 સદાનંગ ગૌડા - લો મનિસ્ટ્રી ટુ સ્ટેટેસ્ટિક અને
પ્રોગ્રામ ઇમ્પલીમેશન

📌 અનંત કુમાર - સંસદીય કાર્ય મંત્રાલય

📌 નરેન્દ્ર સિંહ તોમર  - ગ્રામ્ય વિકાસ મંત્રાલય

📌 અનિલ માધવ દવે -પર્યાવરણ મંત્રાલય

📌 એમ.જે . અકબર - વિદેશ મંત્રાલય રાજ્યમંત્રી

📌 અર્જુન રામ મેઘવાલ - નાણા મંત્રાલય રાજ્યમંત્રી

📌 રવિશંકર પ્રસાદ -કાનૂન મંત્રાલય સાથે આઇટી મંત્રાલય...


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.