♣ આંખ ઝપકતા જ પકડશે 417 કિમીની ઝડપ...!!!!! ♣
જેનેવામાં ચાલી રહેલા મોટર શોમાં એક કંપનીએ એવી સ્પોર્ટ્સ કાર રજૂ કરી છે કે જેને જોઈને સ્પોર્ટ્સ લવર્સ તો વિચારશે કે આ કારથી સારી દુનિયામાં કોઈ કાર નથી. કેમ કે આ કાર દુનિયાની સૌથી ઝડપી કાર છે કે જે એક સેકેન્ડમાં જ તમને સ્પીડનો એક અલગ અનુભવ આપી શકે છે.
જેનેવામાં ચાલી રહેલા મોટર શોમાં બુગાતી કંપનીએ પોતાની એક નવી સ્પોર્ટ્સ કાર રજૂ કરી છે. ફ્રાંસની કંપનીએ એ દાવો કર્યો છે કે આ કાર દુનિયાની સૌથી પહેલી ઝડપી સુપરકાર છે કે જે આંખ ઝપકતા અવિશ્વસનીય 417 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ પકડશે.
કંપનીનું કહેવું છે કે શિરૉન એક નવી જનરેશન કાર છે. કારનું વજન 1995 કિલોગ્રામ છે તે છતા તેની ઝડપ 417 કિલોમીટર પ્રતિકલાક છે.
શિરૉનમાં 1,500 હોર્સ પાવરનું એન્જીન લગાવવામાં આવ્યું છે. આ કારની કિંમત 19 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. એવુ જણાવવામાં આવ્યું છે કે આ વર્ષના અંત સુધી કાર માર્કેટમાં આવી જશે.
અત્યાર સુધી બુગાતીએ ફકત 4 મોડેલ પ્રોડયુસ કર્યા છે. આ પહેલા વેરૉન વર્ષ 2005માં ઉતારવામાં આવી હતી. તો ગિનીસ બુક ઓફ વર્લ્ડે વર્ષ 2013મા વેરોન 16.4 સુપર સ્પોર્ટને દુનિયાની સૌથી ફાસ્ટેસ્ટ કાર ગણાવી હતી.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Saturday, 2 July 2016
♥ દુનિયાની સૌથી ઝડપી કાર ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.