આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 4 May 2016

♥ ભારતમાં સૌપ્રથમ ♥


ભારતમાં રૂપિયાનો પ્રથમ સિક્કો ઇ.સ. ૧૫૪૨માં શેરશાહ સૂરી બાદશાહે બહાર પાડેલો.

ભારતમાં પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ ઇ.સ. ૧૫૫૬માં ગોવામાં શરુ થયેલું.

ભારતની પ્રથમ વસ્તી ગણતરી ૧૮૭૨માં થયેલી. તે સમયે અંગ્રેજોનું શાસન હતું. ઉપરાંત વિવિધ રાજ- રજવાડા હતા. ભારતની કુલ વસ્તી ૨૩૮,૮૩૦,૯૫૮ નોંધાઈ હતી

ભારતમાં પ્રથમ ટપાલ ટિકિટ ઇ.સ. ૧૮૫૨માં કરાંચીમાં બહાર પાડેલી.

ભારતમાં પ્રથમ ટેલિગ્રાફ લાઇન ઇ.સ. ૧૮૫૪માં કોલકાતાથી આગ્રા સુધી નખાઈ.

ભારતમાં પ્રથમ રેલવે ઇ.સ. ૧૮૫૩માં મુંબઈ- થાણે વચ્ચે શરુ થઈ.

ભારતમાં પ્રથમ ફિલ્મ ઇ.સ. ૧૯૧૩માં દાદા સાહેબ ફાળકેએ 'રાજા હરિશ્ચંદ્ર' બનાવેલી.

ભારતમાં પ્રથમ સ્વદેશી રંગીન ફિલ્મ ઇ.સ. ૧૯૩૭માં 'કિસાન કન્યા' બનેલી.

ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ૧૯૫૨માં થઈ.

મેડમ તુસદના મ્યુઝિયમમાં પ્રથમ જીવિત ભારતીયનું મીણનું પૂતળું ઇ.સ. ૧૯૩૯માં મહાત્મા ગાંધીનું મૂકાયેલું.

ભારતે ઇ.સ. ૧૯૭૫માં પ્રથમ સેટેલાઇટ આર્યભટ્ટ તરતો મૂક્યો.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.