આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 28 February 2016

♥ કારનો ઇતિહાસ ♥


આરામદાયક મુસાફરી કરવા માટે આજે કાર સૌથી વધુ લોકપ્રિય વાહન છે.આજે અનેક વિવિધતા અને સુવિધાવાળી કારો ઉપલબ્ધ છે તેનો ઇતિહાસ પણ રસપ્રદ છે.

એન્જિન વડે ચાલતી કાર ઇ.સ.૧૭૬૯માં નિકોલસ વોટ નામના એન્જિનિયરે બનાવેલી. તેને ત્રણ પૈંડા હતા અને સ્ટીમ એન્જિનથી ચાલતી. તેના આગળના ભાગમાં બોઇલર હતું.

જૂના જમાનાની કારમાં સ્ટિયરિંગ વ્હીલ ગોળાકાર નહોતું પણ દંડા જેવું લીવર હતું તેને ડાબે જમણે ફેરવી કાર વાળવામાં આવતી.

ભારતમાં પ્રથમ કાર ઉદ્યોગપતિ જમશેદજી તાતાએ ૧૯૦૧માં ખરીદેલી.

કારનો પ્રથમ અકસ્માત ઇ.સ.૧૭૬૯માં થયેલો.
તે કાર પેરિસના કન્ઝર્વેશન મ્યુઝિયમમાં આજે પણ જોવા મળે છે.

પેટ્રોલ વડે ચાલતી પ્રથમ કાર ઇ.સ.૧૮૮૫માં કાર્લ ફેડરિયે બનાવેલી.

વાહનોનો વીમો  ઉતારવાની શરૃઆત ઇ.સ.૧૮૯૭માં થયેલી.

કાર રેડિયોની શોધ પોલ ગોવિન નામના એન્જિનિયરે કરેલી.

પ્રથમ કાર રેડિયો ૧૯૨૯માં ફીટ કરવામાં આવેલો.


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.