આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 11 February 2016

♥ લો બોલો..! લખનઉમાં બિયર પીને આ ભેંસ આપે છે બેથી ત્રણ લિટર વધારે દૂધ !!! ♥

દૂધનું ઉત્પાદન વધારવા માટે ભેંસને બિયર તૈયાર કર્યા બાદ જે કચરો વધે તે ખવડાવવામાં આવે છે. ગ્રામજનો માને છે કે તેનાથી ભેંસ બેથી ત્રણ લિટર વધારે દૂધ આપી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી બિયરના કચરાનાં વેચાણનો ગ્રાફ ખૂબ ઝડપથી વધી ગયો છે. ડેરી મેનેજમેન્ટ સાથે જોડાયેલાં સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં પચાસ ટકાથી વધારે ભેંસોને બિયરનો કચરો ખવડાવવામાં આવે છે. પશુપાલકોના જણાવ્યા મુજબ એનાથી ભેંસોને કોઈ નુકસાન થયાનું હજુ સુધી ધ્યાનમાં આવ્યું નથી.

જવમાંથી બિયર બનાવવામાં આવે છે. બિયર બનાવ્યા બાદ વીસથી ત્રીસ ટકા પ્રમાણમાં કચરા સ્વરૃપે બહાર આવે છે, એમાં ૯૦ ટકા પાણી હોય છે, જેને કોઈ પદાર્થ સાથે ભેળવીને સરળતાથી પશુઓને ખવડાવી શકાય છે, હવે એવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે આ કચરો ખવડાવવો યોગ્ય છે કે અયોગ્ય એ બાબતે પશુચિકિત્સકો પોતાનો અભિપ્રાય નક્કી કરી શકતા નથી. આપને જણાવી દઈએ કે જવ દૂધ વધારવામાં ખૂબ મદદરૃપ થાય છે. એમાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટની માત્રા ખૂબ વધારે હોય છે. ફાઈબર હોવાથી પેટ પણ ઝડપી ભરાય છે, આ કારણે ભેંસ જવ ખાવાથી વધારે દૂધ આપે છે.

આઈવીઆરઆઈના મુખ્ય વૈજ્ઞાાનિક ડો. એ. કે. ગર્ગના જણાવ્યા મુજબ, 'જવથી બિયર બનાવવામાં આવે છે, જેનો કચરો ખવડાવવો કે નહિ તે અંગે અમારે ત્યાં હજુ સંશોધન થયું નથી જ્યાં સુધી અમને યાદ છે કે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે બિયરના કચરાને ખવડાવવાની પરવાનગી આપી છે, જોકે કોઈ રિસર્ચ કરવામાં આવ્યું નથી એટલે આની કેવી અસર પડે છે એ અંગે કંઈ કહેવું મુશ્કેલ છે.'

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.