અત્યાર સુધી નાનો સૂકો કોષ વપરાતો જેને આપણે પાવર તરીકે ઓળખીએ છીએ. ટોર્ચમાં મોટા અને વોકમેનમાં નાના પાતળા સેલ વપરાય છે પરંતુ બટનસેલથી ક્રાંતિ સર્જાઈ છે.
જાપાનની એક કંપનીએ ૧૯૮૨માં મોબાઇલ ફોન બનાવ્યો હતો. તે ઘણો નાનો હતો. પરંતુ તેની સાથે જોડેલી બેટરીનો સેલ ઘણો મોટો હતો તેનું વજન ૯.૮ કિલોગ્રામ જેટલું હતું. આટલો મોટો સેલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ અગવડભર્યું હતું. તેનાં વિકલ્પે બટનસેલની શોધ થઈ. બટનસેલમાં મોટેભાગે આલ્કલાઇન સેલ, સિલ્વર ઓક્સાઇડ સેલને લિથિયમઆયન સેલ હોય છે.
લિથિયમઆયન સેલમાં ગ્રેફાઇટ અને લિથિયમ આયનના ધ્રુવ હોય છે. આ બે ધ્રુવ વચ્ચે થતી રેડાકેસ પ્રક્રિયાને કારણે ઊર્જા છૂટી પડે છે તેથી વિજપ્રવાહ મેળવી શકાય છે. બટનસેલનો ઉપયોગ સેલફોન, કેપેરા, ઘડિયાળ અને ડિજિટલ ડાયરીમાં થાય છે તેનો આકાર બટન જેવો હોય છે.
♥ આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો. ♥
Thursday, 28 January 2016
♥ બટન સેલ ♥
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.