આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday, 5 December 2015

♥ સૌથી લાંબુ આયુષ્ય ભોગવતા : કાચબા ♥



સૌથી લાંબુ આયુષ્ય ભોગવતા : કાચબા

* કાચબો પૃથ્વી પરનો વિશિષ્ટ અને અજાયબ જીવ છે. કાચબા ૧૦૦થી ૧૫૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે. કાચબો ઉત્ક્રાંતિવાદના સંશોધનનું મુખ્ય સ્ત્રોત બન્યો છે.

પૃથ્વી પર નાના મોટા અનેક કાચબાની જાત જોવા મળે છે. કાચબાની બે મુખ્ય જાતો ટોર્ટસ એટલે જમીન પર રહેનારા અને ટર્ટલ એટલે પાણીમાં રહેનારા એમ બે જાત છે.

* ટર્ટલના પગ ચપટાં અને હલેસાં જેવા હોય છે. તે પાણીમાં ઝડપથી તરી શકે છે.

* ટોર્ટસના પગ જાડા અને અને અંગુઠાવાળા પંજા હોય છે. તે જમીન પર ચાલી શકે છે.

* પાણીમાં રહેતા કાચબા વનસ્પતિ અને જીવજંતુઓ એમ બંને ખાઇને જીવે છે.

* જમીન પર રહેતા કાચબા માત્ર વનસ્પતિ ખાઇને જીવે છે.

* ટર્ટલ કાચબામાં ૪ ઇંચના બોગ ટર્ટલથી માંડીને ૭૦૦ કિલો વજનના સી ટર્ટલ પણ જોવા મળે છે.

* દરેક જાતના કાચબાની પીઠ ઉપર સખત કવચ હોય છે. આ કવચ ચોરસ કે એક સરખી પેટર્નના ૬૦ હાડકાનું બનેલું હોય છે.

* જોખમના સમયમાં કાચબા મો અને પગ કવચની અંદર સંકોરી લે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.