આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday, 31 December 2015

♥ નોસ્ટ્રાડેમસની 2016 વિશેની 14 આગાહીઓ ♥



મહાન ભવિષ્ય વેત્તા નોસ્ટ્રાડેમસ ની કેટલી કેટલીક આગાહીઓ સારી રીતે ન સમજી શકાવાથી તેમને વિવાદાસ્પદ ભવિષ્યવેત્તાની ઉપમા આપવામાં આવેલી છે. આમછતાં તેમની આગાહીઓ મોટોભાગે સાચી પડતી આવી છે. પણ તેમણે લખેલી કવિતાઓનો યોગ્ય અર્થ અનેક વખત કાઢી શકાયો નથી તે પણ હકિકત છે. ફ્રાંસના રહેવાસી નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણીઓ કવિતાના રૂપે લખવામાં આવી છે. તેનું અર્થઘટન શું કરવું તે વિષે મતમતાંતરો પ્રવતી રહ્યાં છે. પંકતિઓના કહેવાતા અર્થઘટન વિશે સંદેહ રાખવામાં આવે છે. આમછતાં તેમની આગાહીઓ આશ્રર્યજનક રીતે સાચી પડતી આવી છે. ચાલો જોઈએ વર્ષ 2016 વિશે કેમણે કેવી આગાહીઓ કરેલી છે.

વર્ષ 2016 વિશેની આગાહીઓ.. જેમાંથી કેટલીક હચમચાવી દે તેવી છે.

1. નોસ્ટ્રાડેમસ આગાહી કરી હતી કે અશ્વેત વ્યક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે. તે આગાહી તો સાચી પુરવાર થઈ છે સાથે સાથે તેમણે એવી આગાહી પણ કરી છે કે તે અમેરિકાના છેલ્લા રાષ્ટ્રપતિ હશે. તો શું વિશ્વના સૌથી શક્તિશાળી મહાસત્તા તરીકે અમેરિકા સમાપ્ત થવાની અણી પર છે. તો પછી હવે કોણ મહાસત્તા બનશે. ચીન, ઉત્તરી કોરિયા, કે પછી કોઈ...

2. નોસ્ટ્રાડેમસ અનુસાર 2016માં મૌસમ અને બગડતા તાપમાનનું કારણ અનેક મોટી ઘટનાઓ ઘટશે તે હશે. જેને પરિણામે પ્રાકૃત્તિક આપદાઓ જેવી કે પુર, દુકાળ, ભૂકંપમાં વધારો થશે. દરિયાની સપાટીમાં વધારો થશે. અતિ વૃષ્ટિ પણ થઈ શકે છે.

3. ગ્રહો અને યોગો અને અપ્રત્યાશિત ગતિશિલતાનું કારણે જ્યોતિષિય ગણિત બગડી જશે અને તેની અસર ધરતી પર થશે.

4. મધ્ય એશિયા અને અન્ય ખાડી દેશોની હાલત કફોડી થતી જશે. તેને લીધે દુનિયાભરમાં પેટ્રોલની કિંમતો આસમાને પહોંચશે.

5. નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી અનુસાર મધ્ય એશિયામાં બોમ્બ ફેંકવામાં આવશે. સાથે જ આસમાનમાં ઉડનારા ધરતી પર આવીને પડશે. મધ્ય એશિયામાં સામાજિક હાલત બગડતી જશે. અને આવનારા 4 વર્ષ સુધી અશાંતિનો માહોલ રહેશે.

6. આરબની લહેર દુનિયાના 10 રાષ્ટ્રોને પોતાની ચપેટમાં લઈ લેશે. જેમાં ટ્યુનિશિયા, મિસ્ત્ર, બહેરીન, સોમાલિયા, લીબિયા અને સીરિયા શામેલ હશે.

7. ઈરાકનું યુદ્ધ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હાલની સ્થિતિ કંઈક આવોજ ઈશારો કરે છે.

8. વ્હાઈટ હાઉસનો સીધો અર્થ અમેરિકી સત્તા સાથે છે.નોસ્ટ્રાડેમસ અનુસાર અમેરિકા દુનિયા પર પોતાની પકડ બનાવવા પૂરી કોશિશ કરશે તેમજ પોતાની વાત મનાવવાની પણ કોશિશ કરશે તે માટે કોઈ પણ હદે જશે.

9. પોતાની ભવિષ્યવાણીમાં નોસ્ટ્રાડેમસ કહ્યું છે કે જે અમેરિકાની વાત નહિં માને તેનું અસ્તિત્વ અમેરિકા મિટાવી દેશે. આતંકવાદ સામે લડાઈના નામ પર ઈરાક અને અફઘાનિસ્તાન સાથે અમેરિતાના સંબંધો વધુ ને વધુ બગડી જશે. તે હાલત અત્યારે જ જોવા મળી રહ્યી છે.

10. નોસ્ટ્રાડેમસ કહેવું છે કે ધીરેધીરે ધરતીનું તાપમાન એટલું વધી જશે કે વાતાવરણમાં એટલો બદલાવ આવશે કે ધરતીના બંને ધ્રુવો પર રહેલો બરફ પીગળવા માંડશે. પૃથ્વી પર પાણી જ પાણી જોવા મળશે.

11. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દરિયો ઘણો આગળ વધી ગયો છે તેના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિ હવે દેખાવા લાગી છે. વર્તમાન વૈજ્ઞાનિકો ક્લાઈમેટ ચેંન્જથી પરેશાન છે.

12. ઈજરાયેલના મામલે નોસ્ટ્રાડેમસ આગાહી કરી છે કે વર્ષ 2016માં ઈઝરાયેલ પર ચૌતરફી હુમલો થશે. આમછતાં અમેરિકા તેની મદદે આવશે. તેની પાછળ અમેરિકાનો પોતાનો સ્વાર્થ હશે.

13. જો રશિયા કોઈ પશ્રિમી રાજ્ય સાથે ગઠબંધન નથી કરતું તો તે એક માત્ર એવો દેશ હશે કે જે વિશ્વમાં શાંતિ સ્થાપિત કરાવવામાં સફળ નિવડશે.

14. નોસ્ટ્રાડેમસે ભારત વિશે એક અનોખી ભવિષ્યવાણી કરેલી છે. જે અનુસાર આ નશ્વર દુનિયામાં એક એવી વ્યક્તિ જન્મ લેશે જેનો ક્યારેય કોઈ અંત આણી નહી શકે. તેનો દેહ અનશ્વર ( નાશ ન થઈ શકે તેવો)હશે. તે યુરોપ કે અન્ય કોઈ પશ્રિમી દેશોમાં નહિં પણ ભારતમાં જન્મ લેશે.

હવે જોવાનું એ રહે છે નોસ્ટ્રાડેમસની કેટલી આગાહીઓ સાચી પડે છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.