આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Monday, 9 November 2015

♥ ચશ્માની શોધ અને ઇતિહાસ ♥

→ આજે લાખો લોકો ચશ્મા પહેરેલા જોવા મળે છે. નબળી દ્રષ્ટિવાળા લોકોને ચશ્મા ઉપયોગી થાય. આંખની કીકીનું કામ લેન્સ જેવું છે. તે ડોળાની પાછળ રહેલા કોર્નિયા પર પ્રતિબિંબ પાડે છે.

→ નબળાઇને કારણે આ પ્રતિબિંબ અસ્પષ્ટ થાય ત્યારે માણસોને દ્રશ્ય ધૂંધળા દેખાય છે.

→ નજીકનું વાંચી શકાતું નથી ચશ્માના લેન્સ આ પ્રતિબિંબને સ્પષ્ટ બનાવે છે એટલે ચશ્મા પહેરવાથી વધુ સ્પષ્ટ દેખાય છે.

→ ચશ્માની શોધ કોણે કરી તે એક રહસ્ય છે પરંતુ બાયફોકલ લેન્સની શોધ બેન્જામીન ફ્રેન્કલીને કરેલી.

→ પ્રાચીન રોમન લેખકોના વર્ણન પ્રમાણે રોમનો સમ્રાટ નિરો પારદર્શક હીરાનો ચશ્માની જેમ ઉપયોગ કરતો હતો. નબળી દ્રષ્ટિવાળાને ઉપયોગી થાય તેવા ચશ્માની શોધ ૧૦મી સદીમાં ચીનમાં થઇ હતી.

→ ૧૩મી સદીમાં તે યુરોપમાં આવ્યા. આ પ્રકારના જૂના ચશ્મા જો કે આંખ ઉપર પહેરી શકાતા નહોતા.

→ હાથમાં રાખી આંખ સામે ધરી તેનો ઉપયોગ થતો. બંને કાન ઉપર દાંડી રહે અને મજબૂત ફ્રેમ વાળા ચશ્માની શોધ બ્રિટનના એડવર્ડ સ્કાર્લેટે ઇ.સ.૧૭૨૪માં કરેલી. ત્યારબાદ વિવિધ પ્રકાર અને આકારના ચશ્મા બનવા લાગ્યા

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.