આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 4 November 2015

♥ શિક્ષિકાને કલાસમાં કૂતરો રાખવાની છૂટ !!! ♥

→ વર્ષો પહેલાં ખુદાબક્ષ ઉતારૃઓને ડરાવવા માટે આપણા રેલવેવાળાઓએ કૂતરાની મદદ લેવાની યોજના અમલમાં મૂક્યા બાદ તરત પાછી ખેંચી લીધી હતી પરંતુ બ્રિટનમાં પ્રોફેશનલ એસોસિયેશન ઓફ ટીચર્સની એક કોન્ફરન્સમાં વેન્ડી ડાયબલ નામની શિક્ષિકાએ પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષકોને કલાસમાં પોતાની સાથે કૂતરો રાખવાની છૂટ આપવા બાબતે માગણી ઉઠાવી અને આ શિક્ષિકાની દલીલો સાંભળીને બધા જ શિક્ષકોએ આ માગણીને મજબૂત ટેકો આપ્યો છે.

♦ વેન્ડી ડાયબલે કૂતરો સાથે રાખવા માટે જે કારણો આપ્યા તે જાણવા જેવા છે.

♦ પહેલું કારણ એ કે વિદ્યાર્થીઓને કલાસની બહાર લઇ જવામાં આવે ત્યારે તેઓ આડાઅવળા ન ભટકે અને લાઇનમાં ચાલે તે જોવાનું કામ કડક મિજાજનો કૂતરો સારી રીતે કરી શકે છે.

♦ બીજું કારણ, છોકરાવ કલાસમાં દૂધ ઢોળી નાખે તો કૂતરો દૂધ પીને કલાસમાં સ્વચ્છતા જાળવી શકે છે.

♦ કારણ નંબર ત્રણ - ભણાવી રહેલા શિક્ષક બોર્ડ સામે કે પુસ્તકમાં જુએ ત્યારે તેમનું ધ્યાન વિદ્યાર્થીઓ તરફ નથી હોતું. આવી પળોમાં શ્વાનની તેજ નજર વિદ્યાર્થીઓ તરફ મંડાયેલી હોવાને કારણે કલાસમાં શિસ્ત જળવાઇ રહે છે.

♦ ચોથું કારણ એ કે ગંદા વિદ્યાર્થીના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે ત્યારે શિક્ષક માટે પ્રત્યેક વિદ્યાર્થીને સૂંઘીને ગંદા વિદ્યાર્થીને પકડી પાડવાનું કામ અત્યંત કષ્ટદાયક સાબિત થાય છે. આ પરિસ્થિતિમાં કૂતરો એક સરળ સાધન સાબિત થઇ શકે છે.

♦ પાંચમું કારણ -  કોઇ બાળકનાં જૂતાં કે બાર્બી ડોલ જેવી વસ્તુ ખોવાઇ જાય ત્યારે શક્ય છે કે પોલીસના સ્નિફર ડોગની માફક કલાસનો કૂતરો પણ ખોવાયેલી વસ્તુ શોધવામાં ઉપયોગી નીવડી શકે.

♦ છઠ્ઠું અને અત્યંત મજબૂત કારણ એ કે આપસમાં મારામારી કરનાર વિદ્યાર્થીઓને ભસીને ડાહ્યાડમરા કરવાનું કામ શ્વાન સારી રીતે કરી શકે છે.

♥ સૌજન્ય :- વિક્રમ વકીલ - '' ગુજરાત સમાચાર ''

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.