♦ એક દંતકથા એવી છે કે લી તિઆન નામનો એક ચીની સાધુ, જે હૂનાન પ્રાંતના લીઉયાંગ શહેરની નજીક રહેતો હતો. તેણે આશરે ૧,૦૦૦ વર્ષ પહેલાં દારૃખાનાની શોધ કરી હતી. તેથી આજે પણ ચીનના લોકો દર વર્ષે ૧૮મી એપ્રિલે દારૃખાનાની શોધની ઉજવણી કરે છે.
→ ફાયર વર્ક્સ એટલે કે દારૃખાનું ઈ.સ. ૧૨૦૦માં ફોડવામાં આવતું હતું તેવું સૌ પ્રથમ નોંધાયું છે. મોટા અવાજવાળું દારૃખાનું એ વખતે ચીનાઓ અનિષ્ટ તત્વોને દૂર રાખવા અને પોતે સુખી-સમૃદ્ધ થાય તે માટે ફોડતા હતા.
→ ઊંચા અવાજવાળા દારૃખાનાથી ભૂતો ડરીને ભાગી જાય છે તેવું ચીનના લોકો માનતા હતા.
→ ૧૫૬૦ની સાલમાં યુરોપના રસાયણશાસ્ત્રીઓએ સુરોખાર, ગંધક અને કોલસાનું મિશ્રણ કરી 'ગન પાવડર' (બંદૂકનો દારૃ) બનાવ્યો.
→ ૧૭૦૬માં 'દારૃખાનું નિરૃપણ' (બનાવવાનો) ગ્રંથ સૌ પ્રથમ ફ્રાન્સમાં પ્રકાશિત થયો.
→ ૧૭૪૯માં એક સંધિની ઉજવણી માટે મ્યુઝિક ફોર ધ રોયલ ફાયરવર્ક્સની જ્યોર્જ ફ્રેડરિક હાન્ડેલએ રચના કરી.
→ ૧૭૬૩માં લંડનના ગ્રીન પાર્કમાં શાંતિ પર્વની ઉજવણી માટે આતશબાજી થઈ.
→ ૧૭૭૭થી અમેરિકાના સ્વાતંત્ર દિનની ઉજવણી માટે આતશબાજી કરાય છે.
→ ૧૭૮૯થી અમેરિકામાં જ્યોર્જ વોશિંગ્ટનના માનમાં અમેરિકામાં આતશબાજી કરાય છે.
→ ૨૦૦૪માં કેલિફોર્નિયામાં આવેલા ડિઝનીલેન્ડમાં આકાશમાં આતશબાજી કરાઈ.
→ ૨૦૦૫માં ચીન દેશે અમેરિકાને ૧,૨૦,૦૦૦ ટન 'ફાયરવર્ક્સ' પૂરું પાડયું.
→ શ્રેષ્ઠ આતશબાજી જાપાનમાં થાય છે, જે આખું વર્ષ ચાલુ રહે છે.
→ મેક્સિકોમાં આખા એક વર્ષ દરમિયાન ૩૦૦ જેટલા પ્રસંગોએ દારૃખાનું ફોડાય છે.
→ ફ્રાન્સમાં દર વર્ષે ૧૪મી જુલાઈએ એફિલ ટાવરના સાંન્નિધ્યમાં આતશબાજી કરવામાં આવે છે.
→ વિશ્વમાં મુખ્ય આતશબાજી માટે મોન્ટ્રિયલ ફાયર વર્ક્સ ફેસ્ટિવલ, વર્લ્ડ પાઈરો ઓલિમ્પિક્સ, વાનકૂવરમાં HSBC પ્રકાશ પર્વની ઉજવણી, કેનેડામાં ગ્લોબલ ફેસ્ટ તારાગોના ઈન્ટરનેશનલ ફાયર વર્ક્સ ડિસ્પ્લે-કોમ્પિટીશન અને કુઆલાલુમ્પુર ઈન્ટરનેશન ફાયર વર્ક્સ સ્પર્ધા પ્રસંગે મોટા પાયે આતશબાજી કરાય છે.
→ યુનાઈટેડ કિંગ્ડમ અને ન્યુઝીલેન્ડમાં ૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિને દારૃખાનું વેચવા પર અને રાત્રિના ૧૧થી સવારના ૭ વાગ્યા સુધી દારૃખાનું ફોડવા પર પ્રતિબંધ છે. પરંતુ નવા વર્ષની ઉજવણી, બોન ફાયરની રાત્રિ (નવેમ્બર ૫, ચીનનું નવું વર્ષ અને દિવાળીના પર્વ પ્રસંગે આ પ્રતિબંધમાં છૂટ અપાય છે.
→ ભારતમાં સૌથી વધુ ભવ્ય અને રંગીન આતશબાજી થ્રિસુર પુરમ (કેરળ)માં એપ્રિલ-મેમાં એક મંદિરના ઉત્સવ પ્રસંગે જોવા મળે છે.
→ દારૃખાનામાં લાલ રંગ માટે સ્ટ્રોનિયમનાં સંયોજનો, પીળા રંગ માટે સોડિયમ, લીલા રંગ માટે બેરિયમ, તાંબુ અને ક્લોરિન ઉત્પાદક રસાયણોનો વાદળી રંગ રૃપેરી રંગ માટે ટીટાનિયમ, એલ્યુમિનયમ અથવા મેગ્નેશિયમની ભૂકી અથવા હલકો-પોચો કકડો વાપરવામાં આવે છે.
→ દારૃખાનું બનાવવા માટે વિવિધ રાસાયણિક પદાર્થોનો યોગ્ય પ્રમાણમાં કાળજીપૂર્વક ઉપયોગ કરવો પડે છે, નહિ તો તે બનાવતા કારખાનામાં વિસ્ફોટ થઈ શકે છે. આગ લાગી શકે છે.
→ ફટાકડામાં વપરાતી વિવિધ વસ્તુઓ અને રાસાયણિક પદાર્થો માનવીના શરીર - આરોગ્ય પર માઠી અસર કરે છે. ધ્વનિ-પ્રદૂષણ અને પર્યાવરણને પણ હાનિકારક નીવડી શકે છે. લોહીનું દબાણ વધારે, ચિડિયો સ્વભાવ બનાવે, માનસિક તાણ, બહેરાપણું, એસિડિટીમાં વધારો, દાઝી જવાના અને આગ લાગવા જેવા બનાવો તેના કારણે થઈ શકે છે.

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.