રામાયણ, મહાભારત અને અન્ય હિંદુ શાસ્ત્રોમાં એવી જન્મકથાઓ આપવામાં આવી છે જે પર સહજ રૂપે આપણે વિશ્વાસ ન કરી શકીએ. પણ તેથી એ વસ્તુ ખોટી થઈ જતી નથી. પુરાતન ભારતમાં એવા તજજ્ઞો અને વૈજ્ઞાનિકો પડ્યા હતા કે તેમના કાર્યોને ખોટા કહી દેવા યોગ્ય નહિં નિવડે.
આમછતાં જે વાતો તાર્કિક રીતે સ્વીકાર્ય નથી તેના વિશે વધું સંશોધનો કરવા માનવી પ્રેરાતો રહે છે. સમયે સમયે તેમાં રહસ્યસ્ફોટ થતો રહે છે. આજે આપણે વાત કરીશું એવા છ જન્મોની કે જેમના પરથી પડદો હવે લગભગ ઉઠી ગયો છે.
(1) ગણેશ જન્મ :-
અંગ પ્રત્યાર્પણ કંઈ આજના જમાનામાં નવી વાત નથી. આમછતાં ગર્દન બદલી દેવી, માથા બદલી દેવા જેવી જટિલ સર્જરી શક્ય છે ખરી. તો તેનો જવાબ છે હા. તાજેતરમાં એક વ્યક્તિના હાથનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું તેના હાથને મૃત વ્યક્તિના હાથ સાથે બદલી દેવામાં આવ્યો હતો. આ ભગિરથ કાર્ય કેરળની અમૃતમ્ ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના સંશોધન વિભાગે કર્યું હતું. અફઘાનીસ્થાનમાં એક વ્યક્તિના કપાયેલા હાથની જગ્યાએ તેને મૃત વ્યક્તિના હાથનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતુ.
♦ પોલેન્ડમાં બદલી દેવાઈ ગર્દન ♦
પૌલેન્ડમાં રહેતા માઈકલને વોઈસ બોક્સમાં કેન્સર થયું હતુ. તેના પરિણામે તે કશું ખાઈ શકતો નહોતો. તેને બોલવામાં પણ તકલીફ પડતી હતી. પોલેન્ડના ડોક્ટરોએ તેન ગર્દન બદલી નાંખી. આ વ્યક્તિ દુનિયોનો ત્રીજો સફળ કિસ્સો બની ગયો કે જેમાં અંગ પ્રત્યારોપણ કરીને તદ્દન નવું અંગ સફળ રીતે મેળવ્યું.
(2) હનુમાન જન્મ :-
હનુમાનજીને કોઈ કેસરીનંદન કહે છે તો કોઈ પવનપુત્ર કહે છે. તો તેમને ભગવાન શિવનો અંશ પણ માનવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે આમાંથી સાચું શુ. તે કેસરી ના પુત્ર હતા કે પવનના પુત્ર હતાં કે ભગવાન શિવના. આ ત્રણેયમાંથી તેમના પિતા કોણ હતા. કોઈને ત્રણ પિતા હોઈ શકે. વિજ્ઞાને આજે એવી એવી શોધ કરીને મુકી દીધી છે કે જાણીને આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. હવે એવા બાળકનો જન્મ શક્ય છે કે જેના પિતા બે હોય.
કેનેડામાં દુનિયાના એવા પહેલા બાળકે જન્મ લીધો છે કે જેના પિતા બે છે. બે પિતા ધરાવતા આ બાળકની ફોટોગ્રાફી કરીને ફેસબુક પર મુકી દેવામાં આવી છે. 27 જુન 2014ના દિવસે આ બે પિતા ધરાવતા બાળકે જન્મ લીધો છે. તેના પિતાનું નામ બીજે બ્રોને અને ફ્રેંકાઈન નેલ્સલ છે. તે બંને આ બાળકને મેળવીને અતિ ખુશ છે.
આ થીયરીનો પહેલો પ્રયોગ ઉંદર ઉપર કરવામાં આવ્યો હતો. તેમાં સફળતા મળ્યા બાદ તેને માનવ પર લાગુ કરવામાં આવી હતી. આ વસ્તુ જેનેટિક એન્જીનિયરિંગની કમાલ છે, કોઈના રંગસુત્રોમાં અન્ય કોઈના સ્ટેમસેલનું પ્રત્યારોપણ કરીને તદ્દન નવીજ વસ્તુ વિકસાવામાં આવી હતી. પછી તેને કોઈ એક સ્ત્રીના ગર્ભમાં રોપિત કરીને ઉછેર કરવામાં આવ્યો હતો. કુખ સ્ત્રીની હોવા સિવાય તેનું બીજું કોઈ પ્રદાન તેમાં ન હતું. આ બાળક માત્રને માત્ર પુરુષ અંશોથી બન્યો હતો. આ રીતે સફળતાપૂર્વક બાળકનો જન્મ કરવામાં આવ્યો હતો.
(3) કૌરવોનો જન્મઃ-
આ પણ સ્ટેમ સેલ અને ટેસ્ટટ્યુટ બેબી, કલોનિંગની કરામત છે આજે વિજ્ઞાને તેમાં મહારથ હાંસલ કરી દીધી છે.
(4) મકરધ્વજ અને સત્યવતીનો જન્મ માછલી દ્વારા, શ્રંગી ઋષિનો જન્મ મૃગલી દ્વારા.
કાશ્યપ ઋષિએ ઉર્વશી અપ્સરાને જોઈ ત્યારે તેનું વિર્ય સ્ખલન થઈ ગયું . તે વહેતું નદીના પાણીમાં એક મૃગલીએ પી લીધું. તેણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો જે ઋષિ શ્રૃંગી તરીકે ઓળખાયા. મૃગલી દ્વારા જન્મ થયો હોવાથી તેમના માથે એક શિંગડું હતું.
(5) દ્રૌપદીનો જન્મ :-
કોઈ પણ સ્ત્રી કે પુરુષ વગર અગ્નિમાંથી ઉતપન્ન થઈ દ્રૌપદી.
દ્રોણાચાર્યને મારવા માટે દ્રુપદે મુનિકુમારો પાસે યજ્ઞ કરાવ્યો. તેમાથી ફળ સ્વરૂપ બે બાળકો ઉતપન્ન થયા. જેમાં બાળકનું નામ ધૃષ્ટદ્યુમ્ન અને બાળકીનું નામ કૃષ્ણા રાખવામાં આવ્યું હતું પણ તે દ્રુપદ પુત્રી હોવાને નાતે દ્રૌપદી તરીકે ઓળખાઇ.
એક પ્રયોગશાળાએ કૈલિસ્ટેમ લેબોરેટરીએ દાવો કર્યો છે કે તે આ અંગેના પ્રિક્લિનિકલ ટ્રાયલમાં સફળતા મળી છે. આ સંશોધનને આધારે આગામી બે વર્ષમાં આવા બાળકને જન્મ આપવાની સ્થિતિમાં તે આવી જશે.
(6) જરાસંધનો જન્મ
જરાસંઘના માતા-પિતા સંતાનવિહીન હતા. તે રાજા બૃહદ્રથ સંતાન ઝંખતા હતા. તે એક ઋષિને મળ્યા. તેણે કેટલાંક મંત્રોચ્ચાર કરીને રાજાને એક ફળ આપ્યું એ ફળ તેની પત્નીને ખવડાવી દેવા કહ્યું હતું. જેનાથી સંતાન થાય. રાજાએ વિચાર્યું કે બે રાણીઓ છે તેમાં ભેદભાવન કરવો જોઈએ. તેથી તેણે એ ફળ બે રાણીઓને અડધું અડધું ખવડાવ્યું. સમય જતાં બંને રાણીઓને ગર્ભ રહ્યો તે પછી પૂર્ણ સમયે પ્રસવપીડા પણ ઉપડી. જ્યારે બાળક જન્મ્યું ત્યારે બંનેએ અડધું અડધું બાળક પેદા કર્યું હતું. આવા બાળકને જોઈને ડરી ગયેલી રાણીઓએ બાળકને ફેંકાવી દીધા. તે જરા નામની રાક્ષસીના હાથમાં આવી ગયા.
જ્યારે તેણે જોયું કે આ બાળકો તો અડધા અડધા છે ત્યારે તેને તાજ્જુબ થયું. કુતુહલ વશ તેણે બંને બાળકોને એકબીજાને જોડવા અડાડ્યા. ત્યારે તે બંને જોડાઈ જતાં બાળકનો રડવાનો અવાજ આવ્યો. રાક્ષસી તે બાળક લઈને રાજમહેલમાં પાછી આવી. ત્યારે રાજાને બધી વાત કરી. પોતાના બાળકને જોઈને રાજા ખુશખુશાલ થઈ ઉઠ્યો. જરા નામની રાક્ષસીએ તે બંને અધૂરા બાળકોને જોડ્યા હોવાથી તે બાળક જરાસંઘ કહેવાયો.
વિજ્ઞાન હવે મૃત્યું પછી પણ સાચવી રાખેલા સ્પમમાંથી બાળકને જન્મ આપવા સુધી પહોંચી ગયું છે જરાસંઘના જન્મની ઘટના ઉપરથી પણ બહું જ ઝડપથી પડદો ઉંચકાશે.
સગરના 60,000પુત્ર
સગર નામા પ્રસિદ્ધ રાજા હતો તેની પત્નીએ તૂંબી આકારના એક ગર્ભને જન્મ આપ્યો હતો. આવા બાળકને લઈને તે શું કરે. તેણે તે ફેંકાવી દેવાનો નિર્ધાર કર્યો ત્યારે આકાશવાણી થઈ કે એમાં 60,000 બીજ છે. શુદ્ધ ઘીથી ભરેલા એક વાસણમાં સુરક્ષિત મુકી દો સમય જતાં તેમાંથી પુત્ર પેદા થશે. આ આકાશવાણીને મહાદેવનું વિધાન સમજીને રાજાએ તે તૂંબીમાંના બીજ સુરક્ષિત મુકાવી સાથે સાથે અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો. સમય જતાં એ એ તુંબીના બીજ જે મટકામાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા તે મટકામાંથી પુત્ર પેદા થયા. તેમાંથી સગર રાજાને 60,000 પુત્રો થયા. છેવટે કપિલ મુનિના કોપથી આ પુત્રો બળઈને ભસ્મ થઈ ગયા હતા.
★ સાભાર - સંદેશ સમાચાર ★
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.