→ ૧૭૭૪ના અંતે લંડનમાં કોવેન્ટ ગાર્ડન ખાતે ડેવિડ લો નામના એક માણસે પોતાની ‘LOW’S GRAND HOTEL’ની સ્થાપના કરી અને ત્યાર પછી બધા જ, જે કોઈ મિસ્ટર લોના માર્ગે ચાલ્યા, એમના જામ છલોછલ ભરાઈ ગયા. અલબત્ત, મિસ્ટર લોની આ ગ્રાન્ડ હોટલની ડિઝાઇન જાહેર જનતા રહેણાક તરીકે હોટલનો ઉપયોગ કરે એવી જ હતી, જેમાં સપરિવાર સુખી અને વૈભવી મનુષ્યો રહી શકતા હતા અને આ હોટેલ વિશ્વની સૌથી પ્રથમ આ પ્રકારની હોટલ હતી.
→ પરંતુ ભાઈશ્રી બો હોટલના ધંધામાં 'કાબા' ન હોવાથી ખોટ ખાવા લાગી, આથી એણે ૧૭૮૦માં હોટેલને વેચી મારી, પરંતુ એના ખરીદનારે આ હોટેલમાંથી કુબેરભંડાર મેળવ્યો અને આ હોટલ ૧૯મી શતાબ્દી સુધી ચાલી.
→ આ સમયગાળામાં તો વિશ્વના ખૂણે ખૂણે હોટેલોનો રાફડો ફાટી નીકળ્યો અને આપણે જોઈએ અને જાણીએ છીએ કે અત્યારની પંચતારક હોટલોમાં જુગાર, શરાબ, સુંદરી અને અન્ય પ્રત્યેક ચીજ ઉપલબ્ધ હોય છે. બસ, તમારી પાસે બાપની કમાણી હોવી જોઈએ.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.