(૧) ''અષ્ટવિનાયક'' યાત્રાનાં સ્થળો (ગામ)ના નામ આપો.
→ (૧) મોરગાંવ (૨) થેઉર (૩) લેણ્માડી (૪) ઓઝર (૫) રાંજણગાંવ (૬) પાલી (૭) મહાડ અને (૮) સિદ્ધટેક
(૨) ''અષ્ટવિનાયક'' યાત્રામાં પ્રત્યેક સ્થળના ગણપતિ જુદાં જુદાં નામે ઓળખાય છે, તેના નામ આપો.
→ (૧) મયુરેશ્વર (૨) ચિંતામણી (૩) ગિરીજાત્યજ (૪) વિઘ્નેશ્વર (૫) મહાગણપતિ (૬) બલ્લામેશ્વર (૭) વરદવિનાયક અને (૮) સિદ્ધવિનાયક.
(૩) ગણેશ અને કાર્તિકેયને પૃથ્વી પ્રદક્ષિણા કરવાનું કહેવાતા ગણેશે શું કર્યું ?
→ ગણેશે માતા-પિતા શિવ તથા પાર્વતીને એક સાથે બેસવાનું કહી તેમની પ્રદક્ષિણા કરી અને કહ્યું કે માતા-પિતાની પ્રદક્ષિણા એ પૃથ્વીની પ્રદક્ષિણા બરાબર છે.
(૪) ''મહાભારત'' ગ્રંથના સર્જક તથા લહિયા કોણ હતા ? તેમનાં નામ આપો ?
→ 'મહાભારત' ગ્રંથના સર્જક મહર્ષિ વેદ વ્યાસ તથા લહિયા શ્રી ગણેશ.
(૫) વેપારીઓ ચોપડાપૂજન વખતે ચોપડાના મથાળે ''શ્રી ૧।'' લખે છે, કેમ ?
→ લક્ષ્મીનો અક્ષર 'શ્રી' છે અને ગણપતિનો અક્ષર '૧।' છે - બન્ને પૂજન માટે 'શ્રી ૧।' લખાય છે.
(૬) પ્રજાપતિની બે કન્યા કઈ ? તેમનાં લગ્ન કોની સાથે થયા હતાં ?
→ પ્રજાપતિની કન્યા-રિદ્ધિ તથા સિદ્ધિ ! તેમના લગ્ન ગણેશ સાથે થયા.
(૭) ગણેશના બે પુત્રોનાં નામ આપો ?
→ ગણેશના બે પુત્રો, લાભ અને શુભ.
(૮) સાર્વજનિક ગણેશોત્સવની પ્રથા કોણે શરૃ કરી હતી ?
→ બાળગંગાધર ટિળકે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરાવી હતી.
(૯) દક્ષિણ મહારાષ્ટ્રમાં સમુદ્ર કિનારે આવેલા પ્રસિધ્ધ ગણપતિનું મંદિરનું નામ શું ?
→ ''ગણપતિ પુલે''
★ સૌજન્ય - ગુજરાત સમાચાર ★
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.