આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday, 27 September 2015

♥ 1 ₹ રૂપિયો ♥

આજે વિશ્વ પર્યટન દિવસ ( 27 May ) છે, અહીં કેટલાંક એવા દેશોની વાત કરવામાં આવી છે કે જ્યાં તમે માત્ર રૂપિયો લઈને જશો તો પણ ઘણું બધું ખરીદી શક્શો. ડોલર સામે ભલે રૂપિયો નાનો હોય પણ આ દેશોની કરન્સીમાં તો ભારત આગળ છે. અહીં ભારતનો રૂપિયો સ્થાનિક કરન્સી કરતાં વધુ મજબૂત છે તો આપણે જાણીએ કયાં દેશોમાં ભારતની કરન્સીની માર્કેટ વેલ્યૂ કેટલી છે.

(1) ઝિમ્બાબ્વે: 1 રૂપિયો એટલે 5.88 ઝિમ્બાબ્વે ડોલર, જે તમે ઝિમ્બાબ્વે ગયા હોય તો તમારા માટે રૂપિયાની કિંમત વધી જશે અને શોપિંગ વગેરે બાબતોમાં ખર્ચ કરવાની પણ મજા પડી જશે, તમને લાગશે કે એક રૂપિયાની ઘાણાની દાળ ખાવા મળતી ભારતમાં પણ હવે આ દેશમાં તો ઘણી બધી વસ્તુ મળે છે.

(2) વિયેતનામ: 1 રૂપિયો એટલે 341 ડોન્ગ, વિયેતનામમાં તમારા એક રૂપિયાની કિંમત એટલી બધી છે કે તમારું ખિસ્સુ ભરાઈ જશે. અહીં સ્થાનિક કરન્સી તરીકે ડોન્ગનો ઉપયોગ પ્રચલિત છે. એટલે કે એક રૂપિયાની સામે અહીં 341 ડોન્ગ તમને મળશે, જેનાથી ઈચ્છો તો શોપિંગ કરી શક્શો.

(3) શ્રીલંકા: 1 રૂપિયો એટલે 2.14 શ્રીલંકન રૂપિયા, શ્રીલંકા આપણી નજીક છે અને ઘણા જોવા લાયક સ્થળો પણ છે. શ્રીલંકામાં પણ સ્થાનિક રૂપિયાનું ચલણ છે. જોકે, આપણા રૂપિયાની વેલ્યુ શ્રીલંકાના રૂપિયા કરતા સવા બે ઘણી વધુ છે. એટલે કે એક ભારતીય રૂપિયો તમે અહીં આપશો તો તમને અહીં સામે અઢી રૂપિયા જેટલા મળશે.

(4) જાપાન: 1 રૂપિયો એટલે 1.81 યેન, જાપાનમાં સ્થાનિક કરન્સી છે જેને યેન તરીકે ઓળખવામાં આવે છે, અહીં યેનનું ચલણ પૂપિયાની જેમ જ થાય છે. જોકે, રૂપિયાની વેલ્યુ યેન કરતા વધુ છે. એટલે કે જો જાપાનમાં તમે એક રૂપિયો લઈને જશો તો તમને 1.81 યેન પરત મળશે.

(5) ઈન્ડોનેશિયા: 1 રૂપિયાના 215 રૂપિયા, ઈન્ડોનેશિયામાં તમે ભણવા જાવ કે ફરવા જાવ તમારા માટે રૂપિયો સૌથી પાવરફુલ કરન્સી હશે કેમ કે ઈન્ડોનેશિયામાં એક રૂપિયાની સામે તમને 215 રૂપિયા આપવામાં આવશે. એટલે કે ઈન્ડોનેશિયન રૂપિયાની વેલ્યુ ભારતના રૂપિયા સામે ઘણી નાની છે.

(6) હંગેરી: 1રૂપિયાના 4,12 ફોર્રિટ, હંગેરી ખૂબ જ પ્રખ્યાત દેશોમાંનો એક છે. અહીં જો તમે ફરવા જાવ તો એક રૂપિયાના તમને 4.12 ફોર્રિટ મળશે. એટલે કે અહીં ફોર્રિટ નામની કરન્સીનું ચલણ છે. અહીંની ઈમારતો બહુ જ ભવ્ય અને વિશ્વ વિખ્યાત છે.

(7) પૈરાગ્વે: 1 રૂપિયાના 84.37 ગુઆરની, પૈરાગ્વેમાં જઈ એટલે સુંદર સ્થળો જોવા મળે. એક સર્વે અનુસાર દુનિયાનો સૌથી સસ્તો દેશ પૈરાગ્વે છે. ભારતના રૂપિયાની પણ આ દેશમાં ડોલર જેટલી જ હેસિયત છે. અહીં તમે લેન્ડસ્કેપ, વોટરફોલ, રિવર રાર્ફિટગ વગેરેની મજા માણી શકો છો.

(8) કોસ્ટા રિકા: 1 રૂપિયાના 8.15 કોલોન્સ, કોસ્ટા રીકામાં તમે એક રૂપિયો લઈને જશો તો તમને 8.15 કોલોન્સ મળશે. એટલે કે એક રૂપિયાના ખર્ચે તમને આ દેશમાં ભોજન મળી રહેશે જ્યારે આપણે ત્યાં ચોકલેટ માંડ મળે. આ ટાપુઓના દેશોમાં સામેલ છે માટે ફરવા લાયક છે.

(9) બેલારુસ: 1 રૂપિયાના 268 રુબલ, બેલારુસમાં રૂપિયો મજબૂત છે, અહીં એક રૂપિયાના તમને સ્થાનિક ચલણ માટેના 268 બેલારુસી રુબલ મળશે. અહીં તમે એક રૂપિયો લઈને જશો તો કપડાં ખરીદી શકશો. અહીંના ફરવા લાયક સ્થળો તો છે જ સાથે સાથે આર્કિટેક્ચર પણ ખૂબ જ જાણીતા છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.