આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday, 21 July 2015

♥ સોનાનું મંદિર ♥















♦15,000 કિલોગ્રામ શુદ્ધ સોનાથી બનેલું છે લક્ષ્મીનું આ મંદિર

♦ રાત્રે જ્યારે પ્રકાશ કરવામાં આવે ત્યારે સોનાની ચમક જોવા લાયક હોય
♦ વિશ્વના કોઈ મંદિરમાં આટલું સોનું લાગેલુ નથી, જુઓ તસ્વીરો


→ શ્રીપુરમ અથવા મહાલક્ષ્મી સુવર્ણ મંદિર તમિલનાડુ રાજ્યનાં વેલ્લોર નગરમાં સ્થિત છે. આ મંદિર વેલ્લોર શહેરના દક્ષિણી ભાગમાં આવેલું છે. આ મહાલક્ષ્મી મંદિરનાં નિર્માણમાં અંદાજે 15,000 કિલોગ્રામ શુદ્ધ સોનાનો ઉપયોગ થયો છે. સુવર્ણ મંદિર શ્રીપુરમનાં નિર્માણમાં 300 કરોડ રૂપિયાથી વધારે રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે. મંદિરનાં આંતરિક અને બાહ્ય સજાવટમાં સોનાનો મોટી માત્રામાં ઉપયોગ થયો છે. વિશ્વમાં કોઈ પણ મંદિરનાં નિર્માણમાં આટલું સોનું લાગેલું નથી.


→ મંદિરનું ઉદધાટન ઓગસ્ટ 2007માં થયું હતુ. રાત્રે જ્યારે આ મંદિરમાં પ્રકાશ કરવામાં આવે, ત્યારે સોનાની ચમક જોવા લાયક હોય છે. અહીંયા સમગ્ર વર્ષ દરમ્યાન શ્રદ્ધાળુઓની ભીડ લાગેલી જ હોય છે. ક્યારેક તો અહીંયા એક લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓ આવી જાય છે.


→ 100 એકરથી વધારે વિસ્તારમાં પથરાયેલા આ મંદિરમાં સર્વત્ર હરિયાળી જોવા મળે છે. મંદિરની રચના ગોળાકાર છે. મંદિર પરિસરમાં દેશની તમામ મુખ્ય નદીઓનું પાણી લાવીને સર્વ તીર્થમ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.