આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 11 July 2015

♥ પ્લાસ્ટિકનાં ચાઇનિઝ ચોખા ♥

નવસારી: પ્લાસ્ટિકનાં ચાઇનિઝ ચોખા વેચવાનું રેકેટ ઝડપાયું, આરોગ્ય સાથે ચેડાનો પર્દાફાશ...


♦ સૌજન્ય :- દિવ્ય ભાસ્કર ♦
 

→ નવસારી:  ઘણા દિવસથી બજારમાં ખાદ્ય પદાર્થો પર ચકાસણી થઇ રહી છે, ત્યારે વધુ એક રેકેટ ફૂડ વિભાગ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. સુરત નજીક આવેલા નવસારીમાં ચાઇનિઝ ચોખાનો જથ્થો ઝડપાયો છે અને તેને વધુ તપાસ માટે સીલ કરવામાં આવ્યો છે. (સુરતમાં ગોડાઉન પર રેડ, પ્લાસ્ટિકના ચોખા સીઝ)

 
→ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ચાઇનીઝ ચોખા અમદાવાદથી સુરત મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી નવસારી પહોંચ્યા હતા. આ માહિતી ફૂડ ડીપાર્ટમેન્ટ સુધી પહોંચી હતી અને તેમણે આ જથ્થો સીલ કરવા માટે કાર્યવાહી આરંભી હતી.

 
→ ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ મેગીમાં લેડ જરૂર કરતાં વધુ પ્રમાણમાં મળી આવ્યા બાદ નૂડલ્સના લાખો પેકેટ સિમેન્ટ ફેક્ટરીમાં લાગેલ ભઠ્ઠીમાં બાળી નાખવામાં આવ્યા. આ ભયાનક અંત આવ્યા બાદ હવે બજારમાં એવા ચોખા વેચાઈ રહ્યા છે જે એક વાટકી ચોખા એટલે એક વાટકી પોલીથીન ખાવા બરાબર છે. હાં તમને વિશ્વાસ નહીં થાય, પરંતુ સોશિયલ મીડિયાથી લઇને મીડિયા જગતમાં આવી રહેલા અહેવાલ અને આર્ટિફિશિયલ ચોખાની ફેકટરીના એક વીડિયો જે હાલમાં જ લીક થયો છે. જે ખૂબ વાયરલ થયો છે.

 

 ♥ કઈ રીતે કરશો નકલી ચોખાની ઓળખ

 

1. તે જોવામાં ચમકતા હોય છે.
2. જો બે પ્રકારના ચોખાને મેળવવામાં નહીં આવ્યા હોય તો બંનેનો આકાર અને મોટાઈ એક જેવી દેખાશે.
3. જો તોલવામાં આવે તો તે વધારે આવશે કેમ કે તે વજનમાં હળવાં આવે છે.
4. અસલી ચોખામાં ધનની ભૂંસ મળી જાય છે નકલીમાં નહીં.
5. જયારે તે પાકે છે ત્યારે અંતર ખબર પડી જાય છે. પ્લાસ્ટીકની જેમ ચમકે છે.
6. ઘણા સમય સુધી પકવ્યા બાદ પણ તે બરાબર નથી પાકતા.
7. આ ચોખા પર સફેદ રંગનું પડ જામી જાય છે.
8. જો આ પડને તડકામાં સૂકવવામાં આવે તો તે પ્લાસ્ટિક બની જાય છે. જેને સળગાવી પણ શકાય છે.

 
ચીનમાંથી ઈલેક્ટ્રોનિક માલ જ નહીં આવે છે પ્લાસ્ટિકના ચોખા

→ ભારતમાં ચીન માત્ર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જ નહીં, પંરતુ ખાવા પીવાનો સામાનની પણ આયાત કરે છે. આ ખાદ્ય વસ્તુઓમાં ચોખા પણ સામેલ છે, અને મીડિયા જગતમાં આવતા અહેવાલો પ્રમાણે આ ચોખા પ્લાસ્ટિકમાંથી બનેલા હોવાની ચર્ચા થઈ રહી છે. અહેવાલો પ્રમાણે માત્ર ભારત જ નહીં ચીનમાં બનેલ આ ચોખા સિંગાપોર, ઇન્ડોનેશિયા, વિયેતનામ સુધી પહોંચી ગયા છે. પ્લાસ્ટિકમાંથી બનેલ ચોખાનું ઘણા વર્ષોથી બની રહ્યા છે અને તેને સામાન્ય ચોખા સાથે ભેળવીને ખૂબ વેચાણ પણ થઈ રહ્યું છે. આ એ ચોખા છે, જેને અસલી ચોખા સાથે ભેળવ્યા બાદ તેને છુટા નથી પાડી શકાતા.


→ સામાન્ય ચોખાની જેમ ગળી જતા આ ચોખા સફેદ પ્લાસ્ટિકમાંથી બનેલા હોય છે, જે ઉકાળ્યા બાદ તેવી જ રીતે ગળી જે રીતે સામાન્ય અથવા અસલી ચોખા ગળી જાય છે. બસ તફાવત એટલો છે કે, અસલી ચોખા પેટમાં ગયા બાદ શરીરમાં પોષક તત્વ આપે છે, અને આ પ્લાસ્ટિકના ચોખા જો તમે વાટકો ભરીને ખાઈ જાવ તો તેનો મતલબ એ થયો કે તમે એક વાટકો ભરીને પોલીથીનની બેગ ખાઈ ગયા છો.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.