આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday, 29 April 2015

♥ G.P.S. SYSTEM ♥

★ કોઇપણ વાહન, વ્યક્તિ કે સ્થળનું પૃથ્વી પર સ્થાન જાણવા માટે જીપીએસ સિસ્ટમનો ઉપયોગ થાય છે.

★ જીપીએસ એટલે '' ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ.''

★ આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી છે. તમારા વાહનમાં જીપીએસ સિસ્ટમ હોય તો તે ચોરાઇ જાય તો તે ક્યાં છે તે તમે તરત જાણી શકો.

★ જીપીએસ સિસ્ટમના ત્રણ ભાગ છે.

→ પ્રથમ ભાગમાં પૃથ્વીને પ્રદક્ષિણા કરતો સેટેલાઇટ કે જે વસ્તુનો સિગ્નલો મેળવે છે.

→ બીજો ભાગ આ સેટેલાઇટ પર કાબુ રાખે.

→ ત્રીજો ભાગ જીપીએસ ડિવાઇસ છે. જે
ઉપયોગ મુજબ નાનો મોટો હોય છે.

♠ વાહનવ્યવહાર ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં તેના ઘણા ઉપયોગ છે.

♠ મોબાઇલ ફોનમાં પણ આ સાધન બેસાડી શકાય છે.

♠ પર્વત ખેડૂઓ અને જંગલમાં સંશોધન માટે જનારી ટૂકડીઓ પોતાની પાસે આ સિસ્ટમ રાખે છે કે જેથી મુશ્કેલીની સમયમાં તેમનું સ્થાન ક્યાં છે. તે જાણીને મદદ મોકલી શકાય છે.

→ આ સિસ્ટમની કામગીરી ચોક્સાઇ પૂર્વકની છે.
અમેરિકાએ ૧૯૯૩માં આ સિસ્ટમ શરૂ કરી તેમાં ૨૪
સેટેલાઇટ પૃથ્વીની પ્રદક્ષિણામાં મૂક્યા છે. દરેક
સેટેલાઇટ અલગ અલગ ભ્રમણકક્ષામાં ૧૨ કલાકે
પ્રદક્ષિણા પૂરી કરે છે. આ સેટેલાઇટ પૃથ્વી પર રહેલી ડિવાઇસના સિગ્નલોને પકડે છે. તમામ સેટેલાઇટ આ સિગ્નલોના આધારે ડિવાઇસનું પૃથ્વી પર અક્ષાંશ અને રેખાંશ સ્થાન દર્શાવે છે.

→ આ સિસ્ટમ જે તે વસ્તુનું ચોક્સાઇપૂર્વક સ્થાન દર્શાવે છે. આ સેટેલાઇટ ડિવાઇસની પળેપળની ખબર રાખે છે. ઝડપથી દોડતા વાહનનું સ્થાન પણ તેની ગતિ સાથે નક્કી કરી શકાય છે.




No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.