→ આપણી આંખનાં રેટિનામાં ૧૩ કરોડ જેટલા પ્રકાશસંવેદક કોશો હોય છે. આપણે આસપાસની દુનિયામાંથી જે માહિતી મેળવીએ છીએ તેનો ૯૦ ટકા ભાગ આંખ દ્વારા મળે છે.
→ આપણી હોજરીમાં ખોરાકના પાચન માટે હાઇડ્રોલિક એસિડ પેદા થાય છે. આ એસિડ એટલો જલદ હોય છે કે, જસત જેવી ધાતુને પણ પીગાળી નાખે. સદભાગ્યે હોજરીની અંદરની દીવાલમાં કોષો સતત નવા બન્યા કરે છે અને તેના પડ બદલાયા કરે છે એટલે નુકસાન થતું નથી.
→ આપણાં હાડકા સિમેન્ટ કોંક્રિટ કરતાંય મજબૂત હોય છે. દીવાસળીની પેટી જેવડો હાડકાનો ટુકડો લગભગ ૯ ટન વજન સહન કરી શકે.
→ આપણી કિડનીમાં ૧૦ લાખ કરતાં વધુ સૂક્ષ્મ ફિલ્ટર હોય છે જે દર મિનિટે ૧.૩ લિટર લોહીને ગાળીને શુદ્ધ કરે છે.
→ આપણે જુદી જુદી વસ્તુઓ તરફ જોવા માટે
દિવસમાં લાખો વખત નજર ફેરવીએ છીએ.
આંખના ફોકસિંગ સ્નાયુ લાખો વખત હલનચલન કરે છે. આટલું કામ પગના સ્નાયુઓ પાસેથી લેવું હોય તો ૮૦ કિલોમીટર ચાલવું પડે.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.